Western Times News

Gujarati News

‘ભૂત બંગલા’ની રિલીઝ ડેટ જાહેર કરતા પહેલાં અક્ષયે સલમાન સાથે વાત કરી

મુંબઈ, અક્ષય કુમાર અને પ્રિયદર્શની લાંબા સમય પછી આવનારી ફિલ્મની રિલીઝ ડેટ ફરી એક વખત બદલાઈ છે અને હવે આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. પરંતુ તેના કારણે સલમાન ખાનની ફિલ્મ‘બેટલ ઓફ ગલવાન’ને ૧૭ એપ્રિલ, ૨૦૨૬ની રિલીઝ તારીખ પરથી આગળ ધકેલવામાં આવી રહી છે. જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે ‘બેટલ ઓફ ગલવાન’ની ‘ભૂત બંગલા’ સાથે ક્લેશ ટાળવા માટે મુલતવી રાખવામાં આવી છે.

જોકે આ અંગે હવે કોઈ અલગ પ્રકારના અહેવાલો ફરતા થયા છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રિલીઝ ડેટમાં ફેરફાર થવાના પહેલાં અક્ષય કુમાર અને સલમાન ખાન વચ્ચે વાતચીત થઈ હતી. એક સૂત્રએ જણાવ્યું,“અક્ષય અને સલમાન સારા મિત્રો છે અને પોતાના નિર્ણયોને લઈને એકબીજા સાથે સંપૂર્ણ પારદર્શિતાથી ચર્ચા કરે છે.

તેમની વચ્ચેનો સંબંધ આજકાલના નવા યુગના કલાકારો જેવો નથી, જ્યાં ઘણી બાબતો છુપાવી રાખવામાં આવે છે. અક્ષયે સલમાનને પૂછ્યું હતું કે ‘ગલવાન’ ૧૭ એપ્રિલે રિલીઝ થવાની છે કે નહીં અને સલમાને જણાવ્યું કે રક્ષા મંત્રાલય તરફથી કેટલીક મંજૂરીઓ બાકી હોવાને કારણે તેની ફિલ્મની સ્થિતિ હમણા મુશ્કેલ છે.”આ બાદ અક્ષયે સલમાનને પોતાની ફિલ્મ ‘ભૂત બંગલા’ને ૧૦ એપ્રિલે રિલીઝ કરવાનાં આયોજન વિશે પણ જાણ કરી હતી.

સૂત્રે વધુમાં કહ્યું, “આ વાતચીત ખૂબ જ સ્વસ્થ અને સકારાત્મક હતી. બંને વચ્ચે કોઈપણ પ્રકારની સ્પર્ધા નથી. બંને એકબીજાનું ખૂબ માન રાખે છે અને પોત-પોતાની ફિલ્મોની સફળતા માટે એકબીજાને પ્રોત્સાહન આપે છે.”હવેમાં ‘ભૂત બંગલા’ ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે, જ્યારે ‘બેટલ ઓફ ગલવાન’ને હવે સંભાવિત રીતે સ્વાતંર્ત્ય દિવસ ૨૦૨૬ના વીકએન્ડ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.