બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે ક્રૂરતાઃ હથિયારના ઘા ઝીંકી વધુ એક હિન્દુ વેપારીની હત્યા
ઢાકા, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, લૂંટ અને હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. દેશમાં ૧૨મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા મૈમનસિંહ જિલ્લાના ત્રિશાલ તાલુકામાં હથિયારધારી તત્ત્વોએ દૂકાનમાં ઘૂસી એક હિન્દુ વેપારીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરો દુકાનમાંથી લાખોનું બાંગ્લાદેશી ચલણ લૂંટી ગયા છે.
હુમલાખોરો ત્રિશાલ તાલુકાના બોગર માર્કેટમાં હોબાળો કરતા આવ્યા હતા. આ દરમિયાન તેઓએ હિન્દી વેપારીની દુકાનમાં ઘુસ્યા હતા અને તેમને ધારદાર હથિયારો ઝિંકીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ ક્રુરતાની હદ વટાવીને ઈજાગ્રસ્ત દુકાનદારને દુકાનમાં જ બંધ કરીને નાસી ગયા હતા.
મૃતક ૬૨ વર્ષના સુશેન ચંદ્ર સરકાર હોવાનું સામે આવ્યું છે.’ હથિયારધારી તત્વો નાસી ગયા બાદ પરિવારજનો તુરંત દુકાનમાં દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ સુશેનને ખૂનથી લથપથ હાલતમાં જોયો હતો અને તાત્કાલીક તેને હોસ્પિટલ લઈ ગયા હતા.
જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર સુજાન સરકારે વેદના ઠાલતા કહ્યું કે, કહ્યું કે, ‘અમારે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની નથી, છતાં મારા પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. બદમાશો દુકાનમાંથી લાખો રૂપિયા લૂંટી ગયા છે.
