Western Times News

Gujarati News

માતા-પિતાએ ઠપકો આપતા 4 કિશોરીએ આત્મહત્યા કરી લીધી

AI Image

(એજન્સી)ઔરંગાબાદ, બિહારના ઔરંગાબાદ જિલ્લામાં સભ્ય સમાજને ચકરાવે ચડાવે તેવી એક ઘટના બની છે. છોકરાઓ સાથે હળવા-મળવા બાબતે પાંચ છોકરીઓના માતા-પિતાઓએ તેમને ઠપકો આપતાં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. જેમાં ચારનું મોત થયું હતું.

એક કિશોરી જીવિત બચી ગઇ છે, તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક વસ્તીમાં ૨૯ જાન્યુઆરીના રોજ ૧૦થી ૧૪ વર્ષની વયની પાંચ કિશોરીઓએ કોઈ ઝેરી પદાર્થ ગટગટાવ્યું હતું.

આમાં ચાર કિશોરીઓના મોત થયા છે. માત્ર એક જ છોકરી જીવિત બચી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક કિશોરીઓના પોસ્ટમોર્ટમ વગર જ તે જ દિવસે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.ઔરંગાબાદના પોલીસ અધિક્ષક અંબરીષ રાહુલે જણાવ્યું હતું કે, “બચી ગયેલી એક છોકરીના નિવેદન મુજબ, છોકરાઓના જૂથ સાથે વાતચીત કરવા બદલ પરિવારજનોએ ઠપકો આપતા તેમણે ઝેરી પદાર્થ પીવાનું નક્કી કર્યું હતું.”

આ પાંચેય કિશોરીઓએ એક ખેતરમાં સાથે ઝેર પીધું હતું. જેમાં ચાર કિશોરીનાં મોત થયા, પાંચમી છોકરી ઘરે પરત ફરી હતી અને પરિવારને આ વિશે જાણ કરી હતી. હાલમાં આ છોકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જોખમથી બહાર છે.

દાઉદનગરના એસડીપીઓ અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, “તપાસ હજુ ચાલુ છે. અત્યારે અમારી પાસે માત્ર બચી ગયેલી છોકરીનું નિવેદન છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોવાનું હજુ સુધી બહાર આવ્યું નથી.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.