સુખરામનગર સ્લમ ક્વાર્ટસમાં ગેલેરી પડતાં ૧૫થી ૨૦ લોકો ફસાયા
અમદાવાદ, અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૧૫થી ૨૦ લોકો ફસાયા હોવાનું જણાય છે.
ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર ૧૨ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે.
ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગેલેરી તૂટી પડતાં ઘરમાં લોકો ફસાયા હતા. ગોમતીપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરમાં ફસાયેલા ૧૫થી ૨૦ વધુ લોકોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાને પગલે એસ્ટેટ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જણાય છે.SS1MS
