Western Times News

Gujarati News

સોનમ કપૂરની માતૃત્વ તરફ આગે કૂચઃ સીમંતનો પ્રસંગ

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના જીવનમાં ખુશીના દિવસો ચાલી રહ્યા છે. માતૃત્વ તરફના આ સુંદર પ્રવાસમાં તાજેતરમાં તેનો ખોળો ભરવાનો, કહો કે સીમંતનો (બેબી શાવર) પ્રસંગ યોજાયો હતો, જે પરંપરા, લાગણી અને સેલેબ્રિટી હાજરીથી ભરપૂર રહ્યો.

આ ખાસ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકો અને ફિલ્મ જગતનું ધ્યાન ખેંચી લીધું.સોનમ કપૂરે આ ગોદ ભરાઇનો પ્રસંગ પોતાના નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજ્યો. ફૂલોથી સજાયેલું ડેકોર, પરંપરાગત પૂજા વિધિ અને હળવો-ઉષ્માભર્યુ વાતાવરણ જેવી આ પ્રસંગને વિશેષ બનાવતી તમામ બાબતો અહીં જોવા મળી હતી.આ પ્રસંગે સોનમ લાઇમ-ગ્રીન રંગના સુંદર લહેંગામાં ખૂબ જ ઝળાહળા લાગી રહી હતી.

બેબી બમ્પ સાથેનો તેમનો સૌમ્ય અને આત્મવિશ્વાસભર્યાે અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો. તેમની સાથે પતિ આનંદ આહુજા પણ હાજર રહ્યા અને બંનેએ સાથે મળીને આ ખુશીની ક્ષણો માણી હતી.સીમંતના આ પ્રસંગમાં બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા. કરીના કપૂર ખાન, શબાના આઝમી, ભૂમિ પેડનેકર, મસાબા ગુપ્તા સહિત કપૂર પરિવારના અનેક સભ્યો આ પ્રસંગે સોનમને શુભેચ્છા આપવા પહોંચ્યા.

સૌએ મળીને આ પળોને વધુ યાદગાર બનાવી.પ્રસંગની અંદરની તસવીરોમાં સોનમ-આનંદના પ્રેમાળ પળો, પરિવાર સાથેની હસી-મજાક અને પરંપરાગત વિધિઓની ઝલક જોવા મળી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ વરસી રહી છે.

આ પ્રસંગ બાદ સોનમની નજીકની મિત્ર અને અભિનેતા રાણા દગ્ગુબાટી ની પત્ની મિહિકા બજાજે પણ સોનમ માટે હાર્દિક સંદેશ શેર કર્યાે, જેમાં તેમની લાંબી મિત્રતા અને ખુશીની લાગણીઓ ઝલકતી જોવા મળી.સોનમ કપૂરની ગોદ ભરાઇ માત્ર એક પરંપરાગત વિધિ નહીં, પરંતુ પ્રેમ, પરિવાર અને મિત્રતાની ઉજવણી હતી. માતૃત્વના આ નવા અધ્યાયની શરૂઆત સોનમે ખૂબ જ સૌમ્ય અને યાદગાર રીતે કરી—જેની ઝલક હવે સમગ્ર બોલિવૂડ અને ચાહકો માણી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.