ભારતીય રેલ્વે પહેલી વાર સ્ટેનલેસ સ્ટીલના કન્ટેનર દ્વારા ઔદ્યોગિક મીઠાનું પરિવહન કરશે
ગાંધીધામ ક્ષેત્રથી સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું ઐતિહાસિક લોડિંગ
પશ્ચિમ રેલવેના ગાંધીધામ ક્ષેત્રેએ માલ પરિવહન ક્ષેત્રમા એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વિશ્વમાં પ્રથમ વખત ભારતીય રેલવે દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું સફળ લોડિંગ ગાંધીધામના નીલકંઠ ઝોનમાંથી કરવામાં આવ્યું છે. આ નવીન પહેલ ઔદ્યોગિક થોક માલના સુરક્ષિત, સ્વચ્છ અને ઉચ્ચ કાર્યક્ષમ પરિવહન દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ છે. માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ x પર પોસ્ટ કરીને આ નવીન પહેલ ની પ્રશંસા કરી.
આ અવસરે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) એજણાવ્યું કે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું આ સફળ પરીક્ષણ ભારતીય રેલવેની નવીનતા આધારિત લોજિસ્ટિક્સ રણનીતિનું ઉત્તમ ઉદાહરણ છે.
આથી સંવેદનશીલ થોક માલનું સુરક્ષિત અને સ્વચ્છ પરિવહન શક્ય બનશે તેમજ ઉદ્યોગોને ઝડપી, વિશ્વસનીય અને પર્યાવરણ અનુકૂળ ફ્રેટ સોલ્યુશન્સ મળશે. પશ્ચિમ રેલવે ‘ફ્રેટ ઑન રેલ’ને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં આવી નવીન પહેલો નિરંતર આગળ વધતી રહેશે.
ઝડપી અને અત્યંત કુશળ પરીક્ષણ
આ પરીક્ષણ (ટ્રાયલ) દરમિયાન 34.2 ટન ઔદ્યોગિક મીઠાનું લોડિંગ માત્ર 15 મિનિટમાં પૂર્ણ થયું, જ્યારે અનલોડિંગ માત્ર 5 મિનિટમાં કરવામાં આવ્યું.
આ સિદ્ધિ રેલવે ફ્રેટ લોજિસ્ટિક્સમાં ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને ઉચ્ચ પરિચાલન દક્ષતા દર્શાવે છે.
લોડિંગ કાર્ય કાંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) નજીક આવેલા વે-બ્રિજ (Weigh Bridge) પર સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું.
તકનિકી વિગતો
પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલ સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરની વિગતો નીચે મુજબ છે:
• કન્ટેનર પ્રકાર: સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનર
• લંબાઈ: 20 ફૂટ
• ઊંચાઈ: 8.5 ફૂટ
• પહોળાઈ: 8.5 ફૂટ
આ કન્ટેનર સ્ટેનલેસ સ્ટીલથી બનાવાયેલ છે અને મીઠું તથા અન્ય સંક્ષારક (corrosive) થોક માલના પરિવહન માટે યોગ્ય છે. તેની ઊંચી જંગ-પ્રતિકાર ક્ષમતા કન્ટેનરની લાંબી આયુષ્ય અને માલની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. લોડિંગની વ્યવસ્થા સાઇલો સિસ્ટમ દ્વારા અથવા ઉપરથી પ્રોક્લેન (Proclain) મશીન દ્વારા કરી શકાય છે. દરેક કન્ટેનરમાં 7 ફૂટ × 4 ફૂટ માપની બે ટોપ ઓપનિંગ આપવામાં આવી છે, જેના કારણે ઝડપી યાંત્રિક લોડિંગ શક્ય બને છે.
દરેક કન્ટેનરનું ટેર વજન 3 ટન છે. એક BLCS/BLSS વેગનમાં બે કન્ટેનર લોડ કરી શકાય છે, જેથી પ્રતિ વેગન 68.4 ટન નેટ પેલોડ પ્રાપ્ત થાય છે, જે BOXN ખુલ્લા વેગન સમકક્ષ છે. 48 વેગનની એક સંપૂર્ણ BLSS રેક દ્વારા અંદાજે 3,300 ટન મીઠાનું પરિવહન કરી શકાય છે.
લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં નવી દિશા
સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરના ઉપયોગથી ઔદ્યોગિક મીઠું જેવા થોક માલના પરિવહનમાં નીચેના લાભોને સુનિશ્ચિત કરી શકાય છે:
• સુરક્ષિત અને ક્ષયમુક્ત પરિવહન
• ઝડપી લોડિંગ અને અનલોડિંગ પ્રક્રિયા
• પ્રદૂષણ–મુક્ત અને સ્વચ્છ હેન્ડલિંગ
• ઓછો ટર્નઅરાઉન્ડ સમય અને વધુ સારી લોજિસ્ટિક કાર્યક્ષમતા
આ પ્રણાલી પરંપરાગત BOXN લોડિંગની સરખામણીએ ઘણા લાભો આપે છે. તેમાં વેગનની મેન્યુઅલ સફાઈ કરવાની જરૂર પડતી નથી, તિરપાળ લાઇનિંગ/કોટિંગની જરૂરિયાત સમાપ્ત થાય છે, લોડિંગ અને અનલોડિંગનો સમય નોંધપાત્ર રીતે ઓછો થાય છે, માલમાં મિલાવટ અને અપવ્યય ન્યૂનતમ રહે છે તેમજ વેગનોનો ટર્નઅરાઉન્ડ સમય વધુ સારો બને છે. આથી પરિચાલન કાર્યક્ષમતા અને યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે છે।
મીઠા જેવા સુકા થોક માલના પરિવહન માટે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરોનો આ ઉપયોગ વિશ્વ સ્તરે પોતાની જાતનો પ્રથમ પ્રયાસ છે, જે ભારતીય રેલમાં કન્ટેનર આધારિત થોક લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મોટી નવીન પહેલ છે.
