SEBI ચેરમેને ઈન્વેસ્ટર એજ્યુકેશન અને જાગૃત્તિને મજબૂત કરવા અમર ચિત્ર કથાની કૉમિક સિરઝ 12 ભાષામાં લોંચ કરી
નવી કૉમિક સિરીઝ મુશ્કેલ અને મોટાભાગે નજર–અંદાજ કરી દેવામાં આવનાર ફાઇનાન્શિયલ ટૉપિકને રસપ્રદ વાર્તાઓમાં ફેરવીને રજૂ કરવામાં આવશે, જેથી રોકાણકારોને સમજાય અને રોકાણ કરવા પ્રોત્સાહન મળે
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2026: સીડીએસએલ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (સીડીએસએલ આઈપીએફ)એ અમર ચિત્ર કથા સાથે મળીને રોકાણકારોને સરળ સમાજ પ્રાપ્ત થાય એ માટે કોમિક શ્રેણીનું અનાવરણ કર્યું. આ પહેલ સીડીએસએલના ત્રીજા વાર્ષિક સિમ્પોઝિયમ, “રીઇમેજિન: સિક્યોરિટીઝ માર્કેટ્સ થ્રુ ડેટા સિનર્જી” દરમિયાન થઈ હતી. આ પહેલ પરંપરાગત રીતે સ્ટોરી ટેલિંગ કરી રોકાણકારોની જાગૃતિને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
કૉમિક સિરીઝ અધિકૃત રીતે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)ના ચેરમેન શ્રી તુહિન કાંતા પાંડે દ્વારા લોંચ કરવામાં આવી છે. SEBIના માર્ગદર્શનમાં CDSL દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કૉમિક સિરીઝનો ઉદ્દેશ આર્થિક બાબતોને લગતા કન્સેપ્ટને સરળ બનાવવાનો તેમજ તેમને ભારતના મૂડી બજારમાં સમજી-વિચારીને ભાગ લેવા પ્રોત્સાહન આપવાનો છે. અમર ચિત્ર કથાની અસરકારક વાર્તા કહેવાના વારસાને આર્થિક જાગૃત્તિને લગતા વિષય સાથે મળી ઈન્વેસ્ટર એજ્યુકેશનને સરળ અને રસપ્રદ બનાવવા માંગે છે.
આ સિરીઝ લોંચ થવા અંગે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરમેન શ્રી તુહિન કાંતા પાંડેએ કહ્યું હતું કે, “સમાવેશી અને પારદર્શક સિક્યોરિટી માર્કેટ બનાવવા માટે રોકાણકારોની જાગૃત્તિ ખૂબ જ જરૂરી છે. હું રોકાણકારોના શિક્ષણ તથા જાગૃત્તિના ક્ષેત્રમાં તેમના પ્રયત્નો માટે ડિપોઝીટરીઝની પ્રશંસા કરું છું. કૉમિક બુક સિરીઝ લોંચ કરવા જેવી પહેલ રોકાણકારોમાં જાગૃત્તિને ફેલાવવામાં ખૂબ જ મદદ કરશે. ‘સ્લેમ ધ સ્કેમ(Slam the Scam) અને ‘આત્મનિર્ભર(AtmanirbHER)’જેવા કેમ્પેઇને લોકોને વધારે વિશ્વાસ સાથે ભાગ લેવામાં મદદ કરી છે.”
આ પહેલ અંગે પોતાના વિચારો રજૂ કરતાં CDSLના મેનેજીંગ ડિરેક્ટર અને CEO શ્રી નેહલ વોરાએ જણાવ્યું હતું કે, “ઈન્વેસ્ટર એજ્યુકેશન સૌથી અસરકારક ત્યારે થાય છે કે જ્યાં સુધી તે સરળ, સમજવાલાયક અને વિશ્વાસપાત્ર હોય. અમર ચિત્ર કથા સાથે ભાગીદારી કરી અમે કહાની કહેવા–સ્ટોરીટેલિંગની શક્તિનો ઉપયોગ કરી રોકાણકારોને એવી માહિતી આપીશું જે સરળ હોય, જેથી તેઓ સમજી-વિચારીને વિશ્વાસ સાથે આર્થિક નિર્ણય લઈ શકે.”
તે ડિજિટલ તથા પ્રિન્ટ બન્ને ફોર્મેટમાં ઉપલબ્ધ છે, અને તેની પ્રિન્ટ કૉપી ઈન્વેસ્ટર પ્રોટેક્શન પ્રોગ્રામ મારફતે વાંચવામાં આવશે. વળી તે 12 અલગ અલગ ભાષા અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, આસામી, બંગાળી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ તથા ઉડિયામાં ઉપલબ્ધ છે, જેથી શહેરી તથા ગ્રામીણ ઈન્વેસ્ટર સેગમેન્ટમાં મોટી પહોંચ સુનિશ્ચિત થઇ શકે.
CDSL IPFના સેક્રેટરિએટ, હેડ શ્રી સુધિશ પિલ્લાઈએ ઉમેર્યું કે “રોકાણકારોની સુરક્ષાને મજબૂત કરવાની શરૂઆત રોકાણકારોની જાગૃત્તિને મજબૂત કરવાથી થાય છે. રસપ્રદ સ્ટોરીટેલિંગ મારફતે મુશ્કેલ હોય એવા ફાઇનાન્શિયલ કન્સેપ્ટને સરળ બનાવીને અમારો ઉદ્દેશ રોકાણકારોને જોખમની ઓળખ કરવા, સમજી-વિચારી નિર્ણય લેવા અને મૂડી બજારમાં સુરક્ષિત રીતે ભાગ લેવા માટે જરૂરી માહિતી આપવાનો છે.”
અમર ચિત્ર કથા ઈન્વેસ્ટર એજ્યુકેશન સિરીઝ, CDSL IPFની ફાઇનાન્શિયલ લિટરેસીને પ્રોત્સાહન આપવા, રોકાણકાર સુરક્ષાને વધારવા અને ભારતના મૂડી બજારમાં જવાબદારીપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહન આપવા ચાલી રહેલ પ્રયત્નોનો ભાગ છે. તે દેશભરમાં રોકાણકારોને મજબૂત કરવાની CDSLની કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે.
