Western Times News

Gujarati News

અમદાવાદના આ સ્થળે છે અનેક દેશોના વિવિધ બ્રાન્ડના 120 થી વધારે વાલ્વ ટ્યુબ રેડિયોનું કલેક્શન

૧૩મી ફરવરી એટલે વિશ્વ રેડિયો દિવસ -હેરિટેજ સિટી અમદાવાદ ને હવે મળશે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું નઝરાણું

વર્ષ 2011 માં નવેમ્બર મહિનાની 3 તારીખે યુનેસ્કોએ રેડિયોની માહિતી એની સંસ્કૃતિને મહત્વ આપવા માટે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 13 તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો તેવું જાહેર કર્યું.

અમદાવાદ, વર્ષ 2017 માં જુલાઈ મહિનાની 8 તારીખે યુનેસ્કોએ અમદાવાદને ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું.વિશ્વમાં રેડિયોના શોધક તરીકે ઇટાલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીને તો યાદ કરવા જ પડે.વિશ્વમાં શોર્ટવેવ રેડિયોની શરૂઆત થઈ ત્યારે તેનું પ્રસારણ વિશ્વભરમાં અનેક જગ્યાએ એક સાથે થતું હતું.

શોર્ટવેવ સિગ્નલ ઘણા નબળા પડતા હોવાથી ઘરની બહાર તાંબાની જાળીવાળા એરિયલ લગાવવા પડતા હતા. મોટાભાગે વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રજામાં ખોટી અફવાઓથી ભય ના ફેલાય તેના માટે રેડિયો ઉપરથી પ્રસારણ થતાં સમાચારોનું મહત્વ ખૂબ જ વધારે હતું.

ઘણીવાર તો એવું બનતું કે આખા ગામમાં ફક્ત એક કે બે જ રેડિયો હોય અને તેને સાંભળવા બધા ભેગા થતા હતા. ધીમે ધીમે રેડિયોની લોકપ્રિયતામાં વધારો થવા માંડ્યો. તેમ તેમ રેડિયો ની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. શરૂઆતમાં વાલ્વવાળા મોટી સાઇઝના રેડિયો આવતા હતા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થવા માંડયો તેમ રેડિયામાં પણ પરિવર્તન આવ્યા. અને આજે તો યંગ જનરેશનમાં પણ રેડિયો ખૂબ લોકપ્રિય થઈ ગયો.

1981 માં સિદ્ધાર્થ પટેલે જ્યારે તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું ત્યારે તેમને એવો વિચાર આવ્યો કે ડિઝાઇનર પીસ રેડિયો બનાવવા પરંતુ તે વખતે જીણવટ પૂર્વક બજારની તપાસ કરી તો વાલ્વટ્યુબ રેડિયો તો લગભગ બંધ થવા ને આરે હતા. ત્યારે તેમને એવું થયું કે હવે વાલ્વટ્યુબ વાળા રેડિયોનું અસ્તિત્વ બજારમાંથી ખલાસ થઈ જશે. એવું તેમને લાગ્યું. આ રેડિયો તો ભારતની આઝાદીની સંસ્કૃતિનો વારસો છે. અને તે જળવાઈ તેવી ભાવના સાથે તેમણે વાલ્વટ્યુબ રેડિયોનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. આજે તેમની પાસે ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે અનેક દેશોના વિવિધ બ્રાન્ડના 120 થી વધારે વાલ્વટ્યુબ રેડિયોનું કલેક્શન છે.

ભારતમાં અમદાવાદ એકમાત્ર હેરિટેજ સિટી તરીકે જાહેર થયું. તો સિદ્ધાર્થ પટેલને એવો વિચાર આવ્યો કે મારી પાસે સારી સંખ્યામાં વાલ્વટ્યુબ રેડિયો છે, તો આ સંસ્કૃતિનું એક સરસ રેડિયો મ્યુઝિયમ હોવું જોઈએ. માટે તેમણે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ ની સ્થાપના કરી. આપણી આ સંસ્કૃતિનો વારસો મ્યુઝિયમમાં ફેરવાય અને બધા તેને જોઈ શકે તે માટે તેમાં કોઈ પ્રવેશ ફી પણ રાખવાની નથી. હજુ સિદ્ધાર્થ પટેલ ને એવો વિચાર થાય છે કે આ ટેકનોલોજીના જે રેડિયો બચી ગયેલા હોય તેની જાળવણી યોગ્ય રીતે થાય તે માટે તેનું અદ્યતન વર્કશોપ હોવું જોઈએ. તેમાં વિદ્યાર્થીઓ આવી અને રેડિયો વિશેની ઘણી માહિતી મેળવી શકે.

ફેબ્રુઆરીની 13 તારીખે વર્લ્ડ રેડિયો ડે ના દિવસે અમદાવાદમાં સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ નું ઉદઘાટન આકાશવાણી ના એક્સ આસિસ્ટન્ટ ડાયરેક્ટર આદરણીય શ્રી મૌલિન મુનશી સરના વરદહસ્તે થયું. દરેક વ્યક્તિના સુખ અને દુઃખમાં સાથે રહેતો રેડિયો એ દરેક વ્યક્તિનો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ છે એમ શ્રી મૌલિન મુનશી એ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.