Western Times News

Gujarati News

ઈટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની B ટીમ: ઈટાલિયા છે ત્યાં સુધી આપ આગળ નહીં આવેઃ રાજ કરપડા

(એજન્સી)ગાંધીનગર, આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલાં જ ભડકો થયો છે. પક્ષના વર્તમાન અને પુર્વ નેતાએ એકબીજા ઉપર ગંભીર આક્ષેપો કરી રહયા છે.

આપમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ કહયું હતું કે મને જેલમાંથી બહાર લાવવાના બદલે ફસાવી દેવા આપતા બે પ્રદેશ નેતાઓને પ્રયાસ કર્યા હતા અને ત્યાં સુધી આપ આગળ નહી આવે. તો આપના ધારાસભ્ય ઈટાલીયાએ વળતો પ્રહાર કરતા કહયું હતું કે રાજુ કરપડા મારા પર આરોપો ન લગાવ્યા હોત તો એમની જેલની સજા પાકકી હતી.

આપનો ખેડૂતોનો નેતા તરીકે ચહેરો ગણાતા કરપડાએ પાર્ટી છોડયા બાદ ઈટાલીયન અને પક્ષના મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર પણ બેફામ આક્ષેપો કર્યા છે. તેમણે કહયું હતું કે તેઓ જેલની બહાર ન આવે તેવી કેટલાક નેતાઓની માનસીકતા હતી. મને બહાર લાવવા કે સારા વકીલની વ્યવસ્થા કે કાનુની મદદ પણ મળી ન હતી.

ઈટાલીયાએ જીતાડવા રાત-દીવસ એક કરી લોહીપાણી રેડીદીધા હોવા છતાં ચાર મહીનામાં એકપણ વખત તે જેલમાં મળવા માટે આવ્યા ન હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો. કે આપ ભાજપની બી ટીમ નથી પણ ઈટાલીયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહયા છે.

હું કેજરીવાલની નજીક આવ્યો તે વાત બંને નેતાઓ જોઈ શકયા ન હતા. અને કેજરીવાલની નજીક જવાના કારણે કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. પોતે કોઈ પક્ષમાં નહી જોડાય અને ભવીષ્યનો નિર્ણય પછી જાહેર કરશે તેમ પણ કરપડાએ કહયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.