Western Times News

Gujarati News

માતા-ભાભીની સારવાર માટે પત્ની પિયર આવીઃ પતિએ સસરાને પતાવી દીધા

પ્રતિકાત્મક

જમાઈ ઈબ્રાહીમે પોતાની પાસે રહેલી છરીના કાઢી સસરા અઝીઝભાઈ પર આડેધડ ઘા મારવા લાગ્યો હતો

અમદાવાદ, સરખેજ, મણિનગર, વટવા બાદ હવે નારોલમાં પણ હત્યાનો બનાવ સામે શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વખતે એક યુવકે તેના ભાઈ સાથે મળીને પોતાના સસરાની હત્યા નિપજાવી છે. માતાની સારવાર અને ભાભીની ડિલિવરી માટે પિયરમાં આવેલ પત્નીને પરત સાસરીમાં લઈ જવા માટે આવતા આ યુવકને(જમાઈને) તેના સસરા સાથે બોલાચાલી થયા બાદ આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘરના મોભીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં ત્રણ-ત્રણ હત્યા બાદ ગઈકાલે રાત્રે નારોલ વિસ્તામાં બાગે કૌસર કેનાલ રોડ પર આવેલ ચિÂસ્તયા પાર્કમાં વધુ એક ખુની ખેલ ખેલાયો છે. જ્યાં ઈબ્રાહિમ મન્સૂરી નામના યુવકે તેના ભાઈ મુસ્તુફા મન્સૂરી સાથે મળીને પોતાના સસરા ૬૦ વર્ષિય અઝીઝ મન્સૂરીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં જમાઈ દ્વારા સસરાની હત્યા કરાઈ હોવાની ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે ૧૪મી ફેબ્રુઆરીએ રાત્રિના સાડા આઠેક વાગ્યાની આસપાસ જમાઈ ઈબ્રાહિમ મન્સૂરી સાસરીમાં સ્થિત તેની પત્નીને લઈ જવા માટે ગયો હતો. જ્યાં સાસરીમાં પહોંચી તું કિતને દિન કા બોલ કે આઈથી, ઓર કિતને દિન હો ગયે. તેમ કહીને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.

આ બોલાચાલી દરમિયાન તેના સસરા અઝીઝભાઈએ તેઓને શાંતિથી વાત કરવાનું કહીને ઘરની પરિસ્થિતિ સમજવા માટે ટકોર કરી હતી. અઝીઝભાઈએ તેમના જમાઈ (આરોપીને)કહ્યું કે, મારી પત્ની(આરોપીની સાસુ)ને બંને કિડની ફેલ હોવાથી તેનું ઓપરેશન કરાવ્યું હતું. મારી પુત્રવધુ(આરોપીના સાળાની વહુએ) એ દીકરીને જન્મ આપ્યો છે.

જેથી સંજોગો વસ દીકરીને(આરોપીની પત્ની)ને બંનેની સારસંભાળ માટે અહીં પિયર રોકી રાખી છે. જોકે સસરાની આ વાત સાંભળીને જમાઈ ઈબ્રાહિમ મન્સૂરી ઉગ્ર બોલાચાલી કરી ત્યાંથી તે સમયે તો નીકળી ગયો હતો. પરંતુ થોડીવાર બાદ તે(ઈબ્રાહિમ મન્સૂરી) તેના ભાઈ મુસ્તુફા મન્સૂરી અને માતા નફીસા સાથે ફરીથી સસરા અઝીઝભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો.

દરમિયાન ઇબ્રાહિમની માતા નફીસાએ અઝીઝભાઈની પત્નીને ધક્કો મારી મારામારી શરૂ હતી. તો બીજી તરફ ઈબ્રાહિમ મન્સૂરીના ભાઈ મુસ્તુફા મન્સૂરીએ અઝીઝભાઈના બે હાથ પકડી રાખ્યા હતા, ત્યાર જમાઈ ઈબ્રાહીમે પોતાની પાસે રહેલી છરીના કાઢી સસરા અઝીઝભાઈ પર આડેધડ ઘા મારવા લાગ્યો હતો, જેથી સસરા લોહિલૂહાણ હાલતમાં જ ઘરમાં ઢળી પડ્યા હતા અને મૃત્યું પામ્યા હતા. આમ હત્યાની ઘટનાને અંજામ આવ્યા બાદ ત્રણ નિપજાવી હતી. આરોપીઓ ફરાર થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.