Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથમાં કરી પૂજા

જૂનાગઢ, મહાશિવરાત્રિના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ પહોંચ્યા હતા. ભવનાથ મંદિરમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી હતી. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીએ શિવલિંગને બિલિપત્ર ચઢાવ્યા હતા.

મહાશિવરાત્રિના પાવન પર્વે ભોલેનાથ બાબા સામે મુખ્યમંત્રીએ શીશ ઝૂકાવ્યું છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે રાજયના લોકોની સુખાકારીની કામના કરી હતી. જૂનાગઢમાં છેલ્લાં ૫ દિવસથી શિવરાત્રિનો મેળો યોજાઈ રહ્યો છે.

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. ગુજરાતના સોમનાથ જ્યોતિ‹લગથી લઇ જુનાગઢ સુધી મેળો અને ઉત્સાહનો માહોલ છે.

આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે શિવાલયોમાં નજર આવ્યા છે. ત્યારે દરેક જગ્યાએ પ્રશાસને ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તે માટેના યોગ્ય પગલાં લીધા છે. જ્યાં શિવ અને જીવનું અનોખું મિલન થાય છે, તે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયકારો કરી રહ્યા છે.

૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહામેળોમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું. મિની કુંભ તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના આ મહામેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.