Western Times News

Gujarati News

ગામના ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદની યુવતીએ રૂ.૭પ.૬૦ લાખ પડાવ્યા

AI Image

અમદાવાદમાં યુવતીને રિક્ષામાં ફરતી જોઈ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો, ફરિયાદ નોંધાઈ

(એજન્સી)નડિયાદ,મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામના ૪૭ વર્ષીય ખેડૂતને પાલનપુરની એક યુવતીએ ડેટિંગ એપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ બહાને કુલ રૂ.૭પ,૬૦,૦૦૦ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસમાં નોંધાઈ છે.

યુવતીએ પોતે બેÂલ્જયમમાં ફસાઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવી ખેડૂત પાસેથી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા પરંતુ ફરિયાદીએ તેને અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતી જોતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

વર્ષ ર૦રરમાં ફરિયાદી મહેશભાઈ પટેલે પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન સ્ટોલ કરી હતી જેના દ્વારા તેઓ પાલનપુરના સમર્પણ ફલેટમાં રહેતી ફાલ્ગુની દીપકભાઈ માલવીના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ બન્ને વચ્ચે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર પર વાતચીત શરૂ થઈ હતી. ફાલ્ગુની એપોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું અને પરિવાર મદદ ન કરતો હોવાનું કહી મહેશભાઈનો વિશ્વાસ જીત્યો હતો.

એપ્રિલ ર૦રરમાં ફાલ્ગુની મહેશભાઈના ઘરે એકલાછા ગામે પણ આવી બે દિવસ રોકાઈ હતી. શરૂઆતમાં વિવિધ બહાને કટકે કટકે નાનીરકમો પડાવવાનું શરૂ કર્યું હતું. સંબંધો ગાઢ બનાવી મહેશભાઈને સંપૂર્ણપણે વિશ્વાસમાં લીધા હતા. વર્ષ ર૦ર૩માં ફાલ્ગુનીએ યુરોપના બેÂલ્જયમમાં પાસપોર્ટ નોકરીમાં લઈ લીધો હોવાથી છોડાવવા માટે માંગેલા ૬૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આ ઉપરાંત તેણે તેના પિતાના ખાતામાં પણ નાણાં નંખાવ્યા હતા. જાન્યુઆરી ર૦રપમાં મહેશભાઈ અમદાવાદના નારોલ વિસ્તારમાં ગયા હતા ત્યાં તેમણે ફાલ્ગુનીને રિક્ષામાં બેસીને જતી જોઈ હતી જેથી ભાંડો ફૂટી ગયો હતો ત્યારબાદ મહેશભાઈને અન્ય બહાના બતાવી વધારે નાણાં પડાવ્યા હતા. અંકે મહેશભાઈએ આ મામલે ૭પ.૬૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.