હાઈબ્રીડ ગાંજાના સપ્લાયર ગુજરાતના અમન જોષી, મિલન વઘાસિયાને શોધી રહી છે SOG
પ્રતિકાત્મક
એસઓજીએ મહિલા સહિત બે પેડલરોને ૮ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે પકડાયા હતા
(એજન્સી)અમદાવાદ, એસઓજીએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી ૮ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે પકડેલા જીયા પ્રજાપતી અને ચેતન પ્રજાપતી ગુજરાતના મુખ્ય સપ્લાયર અમદાવાદમાં અમન જોશી અનેસુરતના મીલન વઘાસીયા માટે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે.
એસઓજીની ટીમે હવે અમન જોશી અને મીલન વઘાસીયાની ઘરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા છે. જોકે જીયા અને ચેતના ઝડપાયા બાદ બંને મુખ્ય સુત્રધાર ભુર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે અમદાવાદ ઉપરાંત સુરત પોલીસ પણ સક્રીય બની છે.
ઘણા સમયથી અમદાવાદ અને સુરત એરપોર્ટ પર દરરોજ બેગકોકથી કરોડો રૂપિયાનો હાઈબ્રીડ ગાંજા ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે. કસટમ સહીત સેન્ટ્રલ એજન્સીઓને કડક નજર હોવા છતાં ગણતરીના જ જથ્થો ઝડપાઈ રહયો છે. જયારે મોટો જથ્થો સલામત રીતે બહાર નીકળી જતો હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતના મુખ્ય સપ્લાયર અમન જોષી અને મીલન વઘાસીયાએ ચાર પેડલરો મારફતે મુંબઈ એરપોર્ટ પર કરોડો રૂપિયાનો ગાંજો ઉતાર્યો હતો. જેમાંથી એક પેડલર મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ટેલીજન્સ યુનીટના હાથે ઝડપાઈ ગયો હતો. જયારે બાકીના ત્રણ પેડલરો ગાંજો લઈને અમદાવાદ પહોચી ગયા હતા. બાદમાં આ જથ્થો જીયા ઉર્ફે જેસીકા ઉર્ફે આંકાક્ષા પ્રજાપતીને સોપવામાં આવ્યો હતો.
જીયા અને ચેતન ગાંજો વેચવા નીકળ્યા ત્યારે એસઓજીએ તેમને ઝડપી લીધા હતા. હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે. કે અમન અને મીલન કેટલા સમયથી હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા છે. તેમની સાથે કેટલા પેડલરો કાર્યરત છે. અને રાજયમાં તેમનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે. જો બંને સપ્લાયર ઝડપાયા તો તેમના કસ્ટમર લિસ્ટના આધારે રાજયભરમાં ગાંજાના અન્ય વેપારીઓ અંગે પણ મોટો ખુલાસો થવાની સંભાવના છે.
ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં મુખ્ય સપ્લાયર અને પેડલરો કાર્યરત છે. તેની વિગતો અમન અને મિલનના ડેટાનો આધારે સામે આવી શકે છે. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહીત સુરત ક્રાઈમ બ્રશાન્ચ અને અન્ય એજન્સીઓ પણ તેમને ઝડપી લેવા કામે લાગી છે.
