ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીમાં ૭૯ પુરુષ અને ર૦ મહિલા ઉમેદવારો મેદાનમાં
બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલ સહિતના મોટા માથાં મેદાનમાં- ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણી માટે ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર
(એજન્સી)અમદાવાદ, ગુજરાત બાર કાઉન્સીલની આગામી તા.૬ઠ્ઠી માર્ગ ર૦ર૬ના રોજ ચુંટણીને લઈ આજે મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી જંગમાં રહેલા ૯૯ ઉમેદવારોને ફાઈનલ યાદી જાહેર કરી હતી. જેમાં ૭૯ પુરુષ ઉમેદવારો અને ર૦ મહીલા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીભર્યો ચુંટણી જંગ ખેલાશે.
ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીમાં આ વખત સૌપ્રથમવાર રપના બદલે ર૩ સભ્યોની ચુંટણી યોજાનાર છે. તો સુપ્રીમ કોર્ટને નિર્દેશ મુજબ બાર કાઉન્સીલમાં ૩૦ ટકા મહીલા અનામત રાખવાની હોવાથી પાંચ બેઠકો મહીલાઓના ફાળે આવશે. જયારે બે બેઠકો કોઓપ્શનથી મહિલાઓની જ ભરાશે. આમ પુરુષ ઉમેદવારો માટે ચુંટણી માટે માત્ર ૧૮ બેઠકો જ બચી છ.ે જેને લઈ આ વખતે પુરુષ ઉમેદવારો વચ્ચે પણ ચુંટણી જીતવા મરાણિયા જંગ ખેલાશે.
આ અંગે ગુજરાત બાર કાઉન્સીલરની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે બાર કાઉન્સીલની ચુંટણી અનુસંધાનમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી ફોર્મ પાછા ખેચવાની તારીખના અંતે આજે ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી જંગ માટે માન્ય રહેનારા ૯૯ ઉમેદવારોએ આખરી ફાઈનલ યાદી જાહેર કરવામાં આવી હતી. કુલ ૧૦૩ ઉમેદવારોએ ચુંટણી માટે ફોર્મ ભર્યો હતો.
જો કે ચકાસણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના નિર્દેશકુમાર રચાયેલી હાઈપાવર ઈલેકશન કમીટી દ્વારા આણંદના સી.કે. પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતુ. તો ગાંધીનગરના અજીતસિંહ ગોહીલનું ફોર્મ મુખ્ય ચુંટણી અધિકારીએ રદ કર્યું હતું.
જયારે વિજયસિહ ઝાલા અને દર્શીત કામદારો પોતાના ફોર્મ પાછા ખેચ્યા હતા. આ વખતની ચુંટણીને લઈ ૧પ૦ જેમાં મતદાનમથકો નકકી કરવામાં આવ્યા છે. જયાં ૪૦૦થી વધુ પોલીગ ઓફિસરોને સુપરવીઝન સહીતની જવાબદારી સોપાશે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનીલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની કોર્ટો ખાતેની ચુંટણી માટે ભદ્ર સીટી સીવીલ એન્ડ સેશનસ કોર્ટ ખાતેની ગુજરાત કલમ ખાતાનું વર્ષોજુનું મતદાન મથક બદલીને ગુજરાત યુનિવસીટી ખાતે ફાળવાતાં તેની સીધી અસર વોટીગ પર પડશે.
