અમદાવાદની 15 અને વડોદરાની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની ૨૫ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની ૧૫ અને વડોદરાની ૧૦ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ- અલગ ટીમોએ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે બોમ્બ સ્કવાડ, ડૉગ સ્કવાડની ટીમોને સાથે રાખી સ્કૂલોમાં તપાસ શરૂ કરી હતી.
અમદાવાદની ૧૫, વડોદરાની ૧૦થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ગુજરાતને ખાલીસ્તાન બનાવવાની ધમકી અપાઈ હતી. અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ શાળામાં વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીવાળા ઈ-મેઈલની તપાસ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો હતો.
વડોદરાની ડી.આર.અમીન, ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, નવયુગ, જીવન સાધના, ડભોઈની એડબ્લ્યુએસ સ્કૂલ, વાઘોડિયાની જીપીએસ, વાસણાની બ્રાઈટ ડે સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે સ્કૂલોમાં ધમકીઓ મળી હતી તે શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી.
અમદાવાદની દેવ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા, સેટેલાઈટની એવન સ્કૂલ, કૃષ્ણનગરની અંકુર ઈંટરનેશનલ સ્કૂલ, નવરંગપુરાની સંત કબીર, બાપુનગરની સિલ્વર બેલ સ્કૂલ, બોપલની તુલીપ ઈંટરનેશનલ, નવરંગપુરાની એજી સ્કૂલ, એસજીવીપી ગુરુકુળ સ્કૂલ, જે.જી ઈંટરનેશનલ, દિવાલ બલ્લુભાઈ, સીએન વિદ્યાલય,વિજયનગર, ખાલસા લિટલ સ્કૂલ, ઘોડાસરની જીવીબા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
અમદાવાદની ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઈટની એ- વન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. તે સિવાય વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલ, જીવન સાધના, શાનેન સ્કૂલ, નાલંદા સ્કૂલ અને વડોદરાની ડી.આર. અમીન, બ્રાઈટ ડે સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.
ધમકીભર્યા ઈ-મેઈલ મળતા અમદાવાદ,વડોદરાની સ્કૂલોમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વડોદરાની સ્કૂલે બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓને જાણ કરી હતી. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ ચૂકી છે. ઈ-મેઈલમાં ગુજરાત બનશે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો. અત્યાર સુધીમાં ક્્યાંય પણ પોલીસના ચેકિંગમાં વાંધાજનક વસ્તુ મળી નથી.
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મેઈલ ક્્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી તપાસ કરી રહી છે. શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે.
હાલ જે સ્કૂલોને ધમકી મળી તે સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.
સ્કૂલોને ધમકી મળી હોવાના સમાચાર મળતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. વડોદરાની ૫ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા હતા.
