Western Times News

Gujarati News

બાળકીને આંખે આછું દેખાતાં નાક-આંખ અને મગજના ભાગેથી ફંગસ દૂર કરાયું

પ્રતિકાત્મક

શરદી સાથે આંખ મગજના ભાગે તકલીફ હોય તો તબીબી સલાહ જરૂરી

(એજન્સી)અમદાવાદ, ૧ર વર્ષની બાળકીને આંખમાંથી સતત પાણી વહેતું હોવાની સાથે આંખે ઓછું દેખાતું હતું. આ ફરીયાદ સાથે બાળકીને લઈને તેના વાલી એસજી હાઈવે સ્થિત સોલા સીવીલ હોસ્પિટલમાં ખાતેની ઓપીડીમાં આવ્યા હતા.

દુરબીન અને સીટી સ્કેનથી બાળકીની તપાસ કરાતાં સાથે આવ્યું હતું. કે, બાળકીના નાક, સાયનસ, આંખ અને મગજના અમુક ભાગમાં ફંગસ ભરાઈ ગયું હતું. એ પછી બીજા દિવસે તબીબોની ટીમે સર્જરીક રીને ફંગસ ફુગ દુર કરાઈ હતી. સર્જરી દરમ્યાન દુરબીનથી નાકની અંદરની કોઈપણ ચીરા વગર નાક સાયનસ આંખ અને મગજના અમુક ભાગોમાંથી ફંગસ દૂર કરવામાં આવ્યું હતું. અત્યારે બાળકીની તબીયત સુધારા ઉપર છે.

સોલા સિવીલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાં ડો.નીનાબેન ભાલોડીયાએ જણાવ્યું હતું કે, જેમ ખોરાકમાં ફુગ લાગે છે. અને ખોરાક બગડી જાય તેમ નાક આંખ અને મગજમાં પણ ફુગ થઈ શકે છે.

શરીર ફુગ પ્રત્યે રીએકશન આપે તેવી વ્યકિતમાં આ જોવા મળતું હોય છે. હોસ્પિટલના તબીબોએ કહયું કે,૧ર વર્ષની બાળકીને આંખમાં જોવાની દ્રષ્ટિ ઘટી ગઈ હતી. તપાસમાં ખબર પડી કે, બાળકીના, નાક, સાયનસ, આંખ અને મગજના અમુક ભાગમાં ફંગસ છે. જે મસા જેવું દેખાય છે. મોટે ભાગે આવી તકલીફ હોય તેવા કિસ્સામાં જે તે દર્દી શરદી, આંખમાંથી ઓછું દેખાવું આંખમાંથી પાણી આવે તેમજ ડબલ દેખાતું હોવાની તકલીફ સાથે આવે છે.

તબીબોનું કહેવું છેકે, એલજીક રી-એકશનના કારણે એક જાડું, માટી જેવું ચીકણું પ્રવાહી નાક આખ અને મગજના ભાગ આસપાસ ચોટી જાય છે. જયારે પણ શરદીની સાથે આંખ કે મગજના ભાગે તકલીફ લાગે તો તુર્ત જ ઈએનટી વિભાગના તબીબોના સંપર્ક સાધવો જરૂરી છે.

આ જટીલ સર્જરી બાદ બાળકીની આંખની રોશનીમાં નોધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તબીબોએ આધુનીક સાધનોના ઉપયોગથી જોખમી ફુગને સફળતાપુર્વક દુર કરી બાળકીને નવું જીવનદાન આપ્યું છે. જે રાહતજનક બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.