Western Times News

Gujarati News

આ કારણસર RTO ડ્રાઈવિંગ લાઈસન્સ ધારકોને નોટીસ આપશે

પ્રતિકાત્મક

અમદાવાદના સરનામે બીજા શહેરમાંથી પાકું લાઈસન્સ લેવાનું કૌભાંડ -સ્પષ્ટ કારણ નહીં મળે તો લાઈસન્સ રદ કરાશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદનું સરનામું ધરાવતા હોય અને ડ્રાઈવીંગ ટેસ્ટ આપ્યા વગર રાજસ્થાનમાંથી કાચું અને પાકું લાઈસન્સ મેળવવાનો ખેલ ચાલી રહયો છે. આરટીઓ દ્વારા એવાં કેટલાંક ડ્રાઈવીગ લાઈસન્સની ચકાસણી કરવામાં આવી રહી છે.

તમામ લાયસન્સ ધારકનો ઓળખ કરીને તેઓને નોટીસ આપી જવાબ માગવામાં આવશે. જવાબમાં જો વાજબી કારણો નહી જાણવા મળે તો તેઓના ડ્રાઈવીગ લાયસન્સ અમદાવાદ આરટીઓ દ્વારા રદ કરવામાં આવશે. એજન્ટોના ગોઠવણથી રાજય બહારથી લોકોના ડ્રાઈવીગ લાયન્સ બનાવી લેવામાં આવે છે.

અને ત્યારબાદ સરનામું બદલાવા માટેની અરજી કરી દેતા હોય છે. અમદાવાદ સહીત રાજયસભરના મોટાભાગના આરટીઓ ટેસ્ટ ટ્રેક પર ડ્રાઈવીગ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઈવીગ લાયસન્સ ન મળતા હોવાના કારણે એજન્ટો દ્વારા એક નવી તરકીબ શોધી લેવામાં આવી છે.

જોકે આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવીગ લાયસન્સમાં સરનામાં બદલાવવામાં માટેની જે અરજી આવે છે. તેમાં આ પ્રકારના ડ્રાઈવીંગ લાયસન્સની ઓળખ કરવી મુશ્કેલ છે. આરટીઓ કચેરી દ્વારા એક-એક ડ્રાઈવીગ લાયસન્સની તપાસ કરવામાં આવે છે.

ત્યારબાદ તેમાંથી કાચું લાયસન્સ ઈશ્યુ થવાની વિગત અને પાકું લાયસન્સ ઈશ્યુ થવાની વિગતો તપાસ કરવામાં આવતા સમગ્ર મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.