Western Times News

Gujarati News

પરીક્ષાર્થીઓની સુવિધા માટે પરીક્ષા કેન્દ્રના લોકેશનથી લઈને ટ્રાફિક વ્યવસ્થા સુધીની તમામ માહિતી એક જ પુસ્તિકામાં

પ્રતિકાત્મક

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારાબોર્ડ પરીક્ષા સહાયક પુસ્તિકા 2025″નું વિમોચન

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે સ્પેશિયલ ગાઈડબુક ગૂગલ મેપ લિંક અને હેલ્પલાઇન નંબરોથી સજ્જ

અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા માર્ચ 2025માં યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓની સુવિધા માટેબોર્ડ પરીક્ષા સહાયક પુસ્તિકા2025″ બહાર પાડવામાં આવી છે. પુસ્તિકાનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન પડતી વહીવટી અને વ્યવહારુ મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો અને તેમને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

પુસ્તિકામાં પરીક્ષાના તમામ કેન્દ્રોના લોકેશન ગૂગલ મેપ લિંક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના કેન્દ્ર સુધી પહોંચી શકે. ઉપરાંત, તેમાં પરીક્ષાનું સંપૂર્ણ સમયપત્રક અને અમદાવાદ શહેરના પરીક્ષા ઝોન મુજબ બિલ્ડિંગનું નામ, સ્થળ તથા સંચાલકોના સંપર્ક નંબર જેવી પાયાની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પરીક્ષા દરમિયાન કોઈપણ આકસ્મિક સંજોગો કે મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તો તેના તાત્કાલિક ઉકેલ માટે અમદાવાદ શહેરના કંટ્રોલરૂમ અને હેલ્પલાઈન નંબરોની માહિતી પણ પુસ્તિકામાં આપવામાં આવી છે

ખાસ કરીને પરીક્ષાના પ્રથમ દિવસે ટ્રાફિક જામ અથવા અન્ય કારણોસર વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચવામાં મોડું થાય તે માટે તમામ આચાર્યો અને સ્થળ સંચાલકોને વિદ્યાર્થીઓને પૂરતો સહયોગ આપવા સૂચના આપવામાં આવી છે. શહેરના ટ્રાફિક પોલીસ અને એસ.ટી. વિભાગ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને આવાગમનમાં કોઈ અડચણ પડે

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ પરીક્ષાર્થીઓને સહાયક પુસ્તિકાનો મહત્તમ ઉપયોગ કરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.