Western Times News

Gujarati News

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં ડો. જીવરાજ મહેતા દ્વારા રજૂ થયું હતું, જે 115 કરોડનું હતું

ગુજરાતના ગયા વર્ષના ૩,૭૦,રપ૦ કરોડના બજેટના કદમાં તોતીંગ વધારો થવાની શક્યતા છે.

પાણી માટે પાણીદાર આયોજનઃ ઉદ્યોગો માટે વાગ્‍યા પ્રોત્‍સાહનના ભૂંગળા : માર્ગોની વિકાસની વધશે ગતિ, સહકારી ક્ષેત્રે પ્રગતિ : ઉર્જા ક્ષેત્ર ઝગમગશેઃ પાલિકા-પંચાયતોની ચૂંટણીઓને ધ્‍યાને રાખીને મતદારોને આકર્ષવાનો પ્રયાસઃ કોમનવેલ્‍થ માટે રૂપિયા ફાળવણી :

ગુજરાત રાજયનું પ્રથમ બજેટ રર ઓગષ્‍ટ ૧૯૬૦ના રોજ તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને નાણામંત્રી ડો.જીવરાજ મહેતા દ્વારા રજુ કરવામાં આવ્‍યું હતું. જે ૧૧પ કરોડ રૂપિયાનું હતું.

૧ મે ૧૯૬૦ના રોજ મહારાષ્‍ટ્રથી અલગ થયા બાદ રજુ થયેલું આ બજેટ અમદાવાદમાં રજુ થયું હતું તે વખતે નાણાખાતાનો હવાલો મુખ્‍યમંત્રી સંભાળતા હતાઃ પ્રથમ બજેટ ૧૧પ કરોડ રૂપિયાનું હતું: પ્રથમ બજેટ માર્ચના બદલે ઓગષ્‍ટ મહિનામાં રજુ કરવામાં આવ્‍યું હતું: ગયા વર્ષે ગુજરાતનું બજેટ ૩.૭૦ લાખ કરોડ રૂપિયાથી વધુ કદ સુધી પહોંચી ગયું છેઃ

કનુભાઇ દેસાઇ 18-02-2026ના રોજ પાંચમી વખત બજેટ રજુ કરી રહયા છે : સૌથી વધુ ૧૮ વખત બજેટ રજુ કરવાનો વજુભાઇ વાળાનો વિક્રમ યથાવત.

બજેટના મુખ્ય હાઇલાઇટ્સ 📝

  • કદમાં વધારો: ગયા વર્ષે 3.70 લાખ કરોડનું બજેટ હતું, આ વખતે તે 4 લાખ કરોડને પાર કરી ગયું છે.
  • પ્રાથમિકતા ક્ષેત્રો:
    • કૃષિ, આરોગ્ય અને શિક્ષણને વિશેષ મહત્વ.
    • પ્રવાસનને પ્રોત્સાહન.
    • મહિલાઓ અને યુવાનો માટે આશાસ્પદ યોજનાઓ.
    • પાણી માટે સુવ્યવસ્થિત આયોજન.
    • ઉદ્યોગો માટે પ્રોત્સાહન.
    • માર્ગોના વિકાસની ગતિ વધારવાની યોજના.
    • ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં પગલાં.
  • રાજકીય પરિપ્રેક્ષ્ય: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને આકર્ષવા માટે ખાસ જોગવાઇઓ.
  • ઇતિહાસિક નોંધ:
    • ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં ડો. જીવરાજ મહેતા દ્વારા રજૂ થયું હતું, જે 115 કરોડનું હતું.
    • સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાનો છે.

રાજકોટ, ગુજરાતના નાણામંત્રી તરીકે શ્રી કનુભાઇ દેસાઇ 18-02-2026 બુધવારના રોજ વધુ એક વખત રાજયનું નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭ મું બજેટ બપોરે વિધાનસભામાં રજુ કરી રહયા છે. ગયા વર્ષે રૂા. ૩,૭૦,રપ૦ કરોડનું બજેટ રજુ કરેલ.

આ વખતે તેમાં માતબર વધારા સાથે કદ રૂા. ૪ લાખ કરોડને પાર કરી ગયાના નિર્દેષ છે. આગામી બે-ત્રણ મહિનામાં સ્‍થાનીક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી આવી રહી હોવાથી નવા બજેટમાં મતદારોને આકર્ષવા વિશેષ જોગવાઇઓ અને યોજનાઓ છે. ખેતી, આરોગ્‍ય, શિક્ષણ, કોમનવેલ્‍થ (રમતોત્‍સવ) વગેરેને પ્રાધાન્‍ય આપવામાં આવી રહયું છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્‍ટની ભાવનાથી આગળ વધી રહયો છે.

ગુજરાતનું આ જનકલ્‍યાણકારી બજેટ રાજયના પ્રત્‍યેક નાગરિકને વિકસીત રાષ્‍ટ્રના નિર્માણ માટે વિકસીત ગુજરાતનું નિર્માણ કરવા યોગદાન આપવા પ્રેરીત કરશે એવો વિશ્વાસ શાસકો વ્‍યકત કરી રહયા છે. ગુજરાતની પ્રગતીને વધુ તેજ બનાવનારૂ તેમજ વિકાસની ધારાથી કોઇ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઇ અને એમની ટીમે પ્રયાસો કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.