મુંબઈના દરિયાકાંઠા નજીક ઓઈલ ભરેલાં ત્રણ શંકાસ્પદ જહાજ જપ્ત
મુંબઈ, ભારતે આ મહિને મુંબઈના દરિયાઈ કિનારા નજીકથી ક્‰ડ ઓઈલના ત્રણ જહાજ જપ્ત કર્યા છે. આ જહાજોના આઈએમઓ નંબર અમેરિકા દ્વારા પ્રતિબંધિત જહાજો સાથે મળતા આવે છે અને તેમનું ઈરાન સાથે જોડાણ હોવાની શંકા છે. જોકે, ઈરાનની નેશનલ ઈરાનિયન ઓઈલ કંપનીએ આ જહાજો સાથેના કોઈપણ પ્રકારના સંબંધનો ઇનકાર કર્યાે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજોના નામ સ્ટેલર રૂબી, એસ્ફાલ્ટ સ્ટાર અને અલ જફઝિયા છે. આ જહાજો મુંબઈ તટથી લગભગ ૧૦૦ નોટિકલ માઈલ પશ્ચિમમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા જોવા મળ્યા હતા.
જેથી ભારતીય દળોએ તેમને અટકાવ્યા હતા અને વધુ તપાસ માટે મુંબઈ પોર્ટ પર લાવવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, આ જહાજો પોતાની ઓળખ છુપાવવા માટે વારંવાર તેમના નામ, ધ્વજ અને અન્ય વિગતો બદલી રહ્યા હતા. આ જહાજોની માલિકી વિદેશી કંપનીઓ પાસે છે.
ભારતીય અધિકારીઓએ આ કાર્યવાહીની જાણકારી ૬ ફેબ્›આરીએ ‘એક્સ’ પર આપી હતી, પરંતુ બાદમાં તે પોસ્ટ હટાવી દીધી હતી. ભારતીય દરિયાઈ વિસ્તારમાં ૨૪ કલાક નજર રાખવા માટે અંદાજે ૫૫ જહાજો અને ૧૦-૧૨ વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.અલ જફઝિયા નામના જહાજે ૨૦૨૫માં ઈરાનથી જિબૂતી સુધી ફ્યુઅલ ઓઈલ પહોંચાડ્યું હતું.
સ્ટેલર રૂબી નામનું જહાજ અગાઉ ઈરાનના ધ્વજ હેઠળ નોંધાયેલું હતું, જ્યારે એસ્ફાલ્ટ સ્ટાર જહાજ મુખ્યત્વે ચીનની આસપાસના દરિયાઈ માર્ગાે પર સક્રિય રહ્યું છે. અમેરિકાએગયા વર્ષે ગ્લોબલ પીસ, ચિલ-૧ અને ગ્લોરી સ્ટાર-૧ નામના જહાજો પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઈમાં જપ્ત કરાયેલા જહાજોના આઈએમઓ નંબર આ પ્રતિબંધિત જહાજો સાથે મેળ ખાય છે. આ જહાજો પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને તેલના વેપારમાં સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે.SS1MS
