Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના 24 હજાર કર્મચારીઓને SVP હોસ્પિટલમાં કેશલેસ સારવારનો લાભ મળશે

42 જેટલાં મોટા રેસ્ટોરન્ટ્સમાં TPC મશીન ફરજિયાત :  દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને એસ.વી.પી. હોસ્પિટલમાં કેસલેસ સારવાર આપવામાં આવશે ઉપરાંત યલો ફીવર રસી માટે વધુ સેન્ટર શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ  જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કર્મચારીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં 24000 જેટલાં રેગ્યુલર કર્મચારીઓ અને 17000 જેટલાં પેન્શનરો છે, આ કર્મચારીઓ માટે બીમારીનાં સમયે એસવીપી હોસ્પિટલમાં કે કેશલેશ સારવારનો લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અગાઉ કર્મચારીઓની સારવારને રીઇમ્બર્સ કરવામાં આવતો હતો, જેમાં તેઓએ સારવારનાં એડવાન્સમાં રૂપિયા આપવાનાં રહેતાં હતાં. પરંતુ આજના તાકીદનાં કામમાં કોર્પોરેશનનાં કર્મચારીઓની ચિંતા કરીને તેમને કેશલેસ સારવારનો લાભ મળે તેની મંજૂરી આપી છે.

અમદાવાદથી આફ્રિકા જતાં લોકો માટે યેલો ફીવરની રસી લેવી ફરજીયાત છે તે માટે એએમસીએ પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં આ રસી આપવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે અમદાવાદનાં 9900 જેટલાં લોકોએ મધ્ય ઝોનનાં આરોગ્ય ભવનમાં યેલો ફીવરની રસી લઇને આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે હવે જે પ્રમાણે અમદાવાદ શહેર 480 ચો.કિ.મીમાં પ્રસરી રહ્યું હોઇ અમે પશ્ચિમ અને પૂર્વનાં વિસ્તારોમાં પણ આ યેલો ફીવરની રસી લોકો લઇ શકે તે માટેની વ્યવસ્થા કરી છે.

વધુમાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકાની બાકરોલ અને દાણીલીમડા ગૌશાળા છે. જે ગૌશાળાનાં ગૌવંશો દ્વારા જનરેટ થતાં છાણને ઉપયોગમાં લઇને વૈદિક હોળીનાં કોન્સેપ્ટને એએમસી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

હાલ 16 જેટલાં ફૂડ સેફ્ટી ઓફિસરો છે અને આવનારી ભરતીમાં 42 જેટલાં નવા ફૂડ સેફ્ટી ઓફિસરોની નિમણૂંક કરવામાં આવશે. જે માટે અત્યાર સુધી 14000 જેટલી એપ્લિકેશન આવી છે, જેની આ મહિને પરીક્ષા છે. એક વોર્ડમાં 42 જેટલાં ફૂડ ઇન્સ્પેક્ટર રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને બહારનાં વપરાયેલાં તેલ દ્વારા થતાં આર્ટરી બ્લોકેજીસ અને હ્રદયનાં રોગોની સમસ્યા લોકોમાં વધતી જોવા મળી છે. તે અંતર્ગત એફએસએસઆઇની ગાઇડલાઇન મુજબ શહેરનાં નાના-મોટા રેસ્ટોરન્ટ્સ અને ફૂડની લારીઓ માટે ટીપીસી મશીન ફરજીયાત પણે વસાવવાની જોગવાઇ મંજૂર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.