Western Times News

Gujarati News

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: વારસદારો કારણ વિના એકતરફી હુકમનામું રદ કરવા માંગ ના કરી શકે

મિલકત વિવાદના કેસમાં કાનુની વારસદારો દ્વારા કરાયેલી અપીલ હાઈકોર્ટે ફગાવી દીધી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે. કે દાવો પુનઃ સ્થાપિત કરવા મામલે કોઈપક્ષના વારસદારોને તેમની માતાની ગેરહાજરીમાં પુરતા કારણો આપ્યા વિના કે અદાલતને તે સમજાવવા વિના એકતરફી હુકમનામું એકસપાયરી ઓર્ડર રદ કરવાની માંગણી કરી શકે નહી. જસ્ટીસ દેવન એમ. દેસાઈએ મિલકત વિવાદના એક કેસમાં આપેલા ચુકાદામાં આ મુજબ ઠરાવ્યું હતું.

મિલકત સંબંધી એક કેસમાં અમદાવાદ સીવીલ કોર્ટ દ્વારા એકસપાર્ટી હુકમ દ્વારા દાવો રદ કરવામાં આવ્યો હતો. જેમાં હાલના અપીલકર્તાઓની માતા વિરૂધ્ધ સીવીલ કોર્ટે આ હુકમ કર્યો હતો. માતાના નિધન બાદ અપીલકર્તાઓને ધ્યાનમાં એ વાત આવી હતી કે સીવીલ કોર્ટ એકતરફી હુકમનામું કર્યું છે. તેથી તે રદ કરાવવા તેઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જો કે, હાઈકોર્ટે અપીલ ફગાવી હતી.

હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, દાવો રિસ્ટોર પુનઃ સ્થાપન અરજીઓ પર વિચાર કરતી વખતે અદાલતે ઉદાર દ્રષ્ટિકોણ અપનાવા હોય તો પણ જેની વિરૂધ્ધમાં એકસપાયરી ઓર્ડર થયો હોય તેવા સંબંધીત પક્ષકારો વારસદારોએ ઓછામાંઓછું અનેએવું વાજબી અને પર્યાપ્ત કારણ બતાવવું જોઈએ કે, જેના કારણે તેઓ દાવો લડી શકે અને કેસમાં હાજર થઈ શકે. અદાલત એવી ધારણા બાંધી શકે નહી. કે, કાનુની વારસદારો પાછળથી હુકમનાથી અજાણતાને દાવો કરશે.

કોર્ટે નોધ્યું હતું કે સમન્સ બજાવ્યા છતાં અપીલકર્ત્‌ઓની માતાએ દાવામાં હાજર થઈને દાવોનો વિરોધ કેમ ના કયો તે અંગે કોઈ ખુલાસો નથી. વળી સીવીલ પ્રોસીજર કોડ ઓર્ડર ૯, રૂલ ૧૩ આદેશનાત્મક છે. કે મુળ પ્રતીવાદીઓની કોર્ટને સંતોષજનક સમજાવવું પડે કે સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું હતું અને દાવાની સુનાવણી માટે બોલાવવાયા ત્યારે તેઓને પુરતા કારણના લીધે હાજર રહી શકયા ન હતા. પ્રસ્તુત કેસમાં આવું કોઈ જ કારણ રજુ કરવામાં આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.