ઓળખની ખરાઈ માટે માત્ર પરીક્ષાનું એડમિટ કાર્ડ માન્ય નથી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(સર) અભિયાન દરમિયાન ધોરણ ૧૦ અથવા માધ્યમિક પરીક્ષાનું એડમિટ કાર્ડ એકલું ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. તેને માત્ર એક પૂરક દસ્તાવેજ માનવામાં આવશે.
એડમિટ કાર્ડ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તેની સાથે માર્કશીટ પણ રજૂ કરવામાં આવે, તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.સીનિયર એડવોકેટ ડી.એસ. નાયડુએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવતા પૂછ્યું હતું કે શું ધોરણ ૮ની પરીક્ષાનું એડમિટ કાર્ડ તેની મેળે ઓળખ પત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાય? આ અંગે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે ધોરણ ૮ની માર્કશીટ ઓળખની ખરાઈ માટેના માન્ય દસ્તાવેજોમાં સામેલ છે.
એડમિટ કાર્ડ માત્ર તેની પુષ્ટિ કરવા માટે જોડી શકાય છે. એડમિટ કાર્ડ માત્ર એક પુરક દસ્તાવેજ છે, તે એકલું ઓળખનો આધાર બની શકે નહીં. પશ્ચિમ બંગાળ સહિત ૧૨ રાજ્યોમાં સર અભિયાનના બીજા તબક્કા હેઠળ મતદાર વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. અહીં ૨૮ ફેબ્›આરીના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
બંગાળમાં આ પ્રક્રિયા દરમિયાન રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. કોર્ટે ૨૪ ફેબ્›આરી ૨૦૨૬ના પોતાના આદેશનો હવાલો આપતા કહ્યું કે જે દસ્તાવેજો હજુ સુધી અપલોડ થયા નથી અને ૧૫ ફેબ્›આરી પહેલા મળ્યા હતા, તેમને સંબંધિત ઈઆરઓ અને એઈઆરઓ ગુરુવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં ન્યાયિક અધિકારીઓ સમક્ષ રજૂ કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જન્મ તારીખ અને પિતાનું નામ સાબિત કરવા માટે માર્કશીટની સાથે એડમિટ કાર્ડ આપી શકાય છે, પરંતુ એડમિટ કાર્ડ એકલું માન્ય રહેશે નહીં.SS1MS
