Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક

નવી દિલ્હી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે સીમા ઓળંગીને યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને પાકિસ્તાને ‘ગઝબ લિલ હક’ નામ આપ્યું છે.

અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું.

પાકિસ્તાની વાયુસેનાએ ૨૭ ફેબ્›આરી ૨૦૨૬ની વહેલી સવારે અફઘાનિસ્તાનના તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યાે છે. પાકિસ્તાની દાવા મુજબ, આ એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે.

પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં ૭૨ થી ૧૩૩ જેટલા તાલિબાની લડાયકો માર્યા ગયા છે અને ૨૦૦ થી વધુ ઘાયલ થયા છે. ૮૦ થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો તબાહ થયા છે. તાલિબાનની ૨૭ ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી ૯ પર પાકિસ્તાની દળોએ કબજો કર્યાે હોવાનો દાવો છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાને ‘કાયરતાપૂર્ણ’ ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દાવો કર્યાે છે. આ અગાઉ તાલિબાને દાવો કર્યાે હતો કે તેમણે સીમા પરના ઓપરેશન દરમિયાન ૫૫ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો છે.

પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરાર દ્વારા સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે આ કાર્યવાહીને “સચોટ અને અસરકારક” ગણાવી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાને કોઈપણ ઉશ્કેરણી વગર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યાે હતો, જેના જવાબમાં આ એરસ્ટ્રાઈક કરવી અનિવાર્ય હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.