Western Times News

Gujarati News

ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટની જવાબદારી લેવી પડશેઃ વૈષ્ણવ

નવી દિલ્હી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ્સે ઓનલાઇન સામગ્રીની જવાબદારી લેવી પડશે.

બાળકો અને તમામ નાગરિકોની ઓનલાઈન સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્લેટફોર્મ છે. ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટના સર્જકો અને સમાચાર સંસ્થાઓ સાથે વાજબી ધોરણે આવક વહેંચણી પણ સુનિશ્ચિત કરવી જોઈએ. જો તેઓ સ્વૈચ્છિત રીતે આવકમાં હિસ્સેદારી નહીં આપો તો સરકાર કાનૂની વિકલ્પોની વિચારણા કરી શકે છે. સર્જકોને યોગ્ય વળતર નકારવામાં આવે તો ઇનોવેશનને નુકસાન થાય છે.

નવી દિલ્હીમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન કોન્ક્લેવને સંબોધતા તેમણે એઆઈ-જનરેટેડ સામગ્રીના ઉપયોગને નિયંત્રિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુકતા જણાવ્યું હતું કે આવી સામગ્રી તે વ્યક્તિની સંમતિ વગર જનરેટ થવી જોઈએ નહીં, જેનો ચહેરો, અવાજ અથવા વ્યક્તિત્વનો ઉપયોગ કરવામાં આવે છે.

ડિજિટલ પ્લેટફોર્મ શક્તિશાળી મીડિયા પ્લેટફોર્મ બન્યા હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ્સે માત્ર સમાચાર સંસ્થાઓ સાથે જ નહીં પરંતુ દૂરના વિસ્તારોના સ્વતંત્ર સર્જકો, સોશિયલ મીડિયા પ્રભાવકો, પ્રોફેસરો અને સંશોધકો સાથે પણ વાજબી આવક વહેંચણી સુનિશ્ચિત કરવી જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મે પોતાની રીતે આ અંગે પગલાં લેવા જોઇએ.

જો સ્વૈચ્છિક પગલાં લેવામાં નહીં આવે, તો ઘણા દેશોએ પહેલાથી જ બતાવી દીધું છે કે કાનૂની માર્ગાે અસ્તિત્વમાં છે. બૌદ્ધિક સંપદાનું સન્માન કરવું જોઈએ અને તેનું વાજબી વળતર આપવું જોઈએ. વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સાહિત્યમાં સમાજની પ્રગતિ તેના પર નિર્ભર છે.તેમણે જણાવ્યું હતું કે સમાજ ઓનલાઇન સેફ્ટી, ન્યૂઝ કન્ટેન્ટની વિશ્વસનીયતા, બાળકોની સુરક્ષા, અશ્લીલતા સામે રક્ષણ, છૈં જનરેટ થતી નકલી સામગ્રી સામે રક્ષણ જેવા ઘણા મુદ્દાનો સામનો કરી રહ્યો છે.

આ તમામ મુદ્દાઓ માટે આજે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે, કારણ કે તે આપણા સમાજના મૂળભૂત સિદ્ધાંતોને પડકારી રહ્યા છે અને તેનો નાશ પણ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.