બે શખ્સોએ કેનેડાના વિઝાના નામે રૂ.૪૫.૫૪ લાખની છેતરપિંડી આચરી
આણંદ, આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર ખાતે રહેતા યુવક, તેનો સાળો અને કુટુંબી ભત્રીજાને વિદ્યાનગરમાં વિઝાનું કામ કરતા બે શખ્સોએ કેનેડાના વર્ક પરમિટ વિઝા કરી આપવાના નામે બનાવટી અને ખોટા ઓફર લેટર, એસેસમેન્ટ લેટર સાચા તરીકે ઉપયોગ કરી રૂ.૪૫.૫૪ લાખ પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસમથકમાં નોંધાઈ છે.
આણંદ જિલ્લાના તારાપુર ખાતે જલારામ સોસાયટીમાં સંદીપકુમાર જગદીશભાઈ પારેખ પોતાના પરિવાર સાથે રહે છે. સંદીપકુમાર તેમજ તેમના સાળા વિજયકુમાર વિનોદચંદ્ર પારેખ અને કુટુંબી ભત્રીજા પાર્થને કેનેડાના વર્ક પરમિટ મેળવીને કેનેડા જવાની ઈચ્છા હોવાથી કેનેડાના વર્ક વિઝાનું કામ કરાવવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરતા હતા.
આ દરમ્યાન જુલાઈ ૨૦૨૪માં સંદીપકુમારને વિદ્યાનગર ખાતે શ્રીજી ઇન્ટરનેશનલ વાળા વિઝાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સંદીપકુમારે પોતાના સાળા વિજય અને ભત્રીજા પાર્થને વાત કરીને ત્રણેય જણા ગત તારીખ ૨૪-૭-૨૦૨૪ના રોજ વિદ્યાનગર ડીમાર્ટની ઉપર આવેલ શ્રીજી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સી નામની ઓફિસે ગયા હતા.
જ્યાં ધરમવીર યશવીર પુનીયા (રહે. સિગ્મા કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ, વિદ્યાનગર મુળ રહે. અમદાવાદ) અને હર્ષલ ચંદ્રકાંત આચાર્ય (રહે.પેલેડીયમ કોર્પાેરેટ, અમદાવાદ) રૂબરૂ મળ્યા હતા અને કેનેડાના વર્ક વિઝાની વાત કરતા ધરમવીર અને હર્ષલે કેનેડાના વિઝા ઇન્ટરનેશનલ મોબાલીટી પ્રોગ્રામના આધારે કરવામાં આવશે તેમ જણાવી અસલ પાસપોર્ટ જરૂરી માર્કશીટ ડિગ્રીઓ સાથે ઓફિસે ફરી વખત મળવાનું જણાવ્યું હતું.
જેમાં કેનેડાના વિઝાની ફી એક વ્યકિતના રૂ.૨૦.૫૦ લાખ થશે તેમ પણ જણાવ્યું હતું. ત્યારબાદ સંદીપકુમાર, વિજય અને પાર્થ ગત તારીખ ૨૫-૮-૨૦૨૪ના રોજ ધરમવીર અને હર્ષલને તેઓની ઓફિસે ડોક્યુમેન્ટ સાથે રૂબર મળીને ડોક્યુમેન્ટની કોપીઓ ઓફિસમાં આપી હતી. બાદમાં વિઝા પ્રોસેસ ફીના રૂ.૫૪ હજાર તેમજ વિઝા કરી આપવાના એક વ્યક્તિના રૂ.૧૫ લાખ નક્કી થયા હતા.
ધરમવીર તેમજ હર્ષલને એક વ્યક્તિ દીઠ રૂ. ૪.૫૦ લાખ લેખે ત્રણ વ્યક્તિનાં રૂ ૧૩.૫૦ લાખ રોકડા આપ્યા હતા. આ પછી ધરમવીર અને હર્ષલે સંદીપ, વિજય અને પાર્થને મોબાઈલ ઉપર વર્ક પરમીટ મોબાલીટી પ્રોગ્રામનો એસેસમેન્ટ કેનેડાના લોગો વાળો લેટર મોકલી આપેલ.
બાદમાં બંનેએ કેનેડાના લેથ બ્રિજ ખાતે આવેલ ન્યુ એગ્રો કંપનીના ઓફર લેટર અને કાગળો બતાવી વિશ્વાસ કેળવી લઈ તારીખ ૨૭-૧૦-૨૦૨૪ના રોજ વિજયભાઈએ ધરમવીરના વિઝા પ્રોસેસ ફીના રૂ. ૫૪ હજાર ગુગલપેથી ચૂકવી આપ્યા હતા અને ધર્મવીર અને હર્ષલ પાસે લખાણ માંગતા રૂ.૧૫ લાખના બદલે રૂ.૧૦.૫૦ લાખનુ લખાણ કરવા માટે સંમત થયા હતા અને ત્રણેય યુવકોને અલગ અલગ લખાણ કરી આપી તે જ દિવસે ધરમવીરે ત્રણેયને પીપીઆર લેટરની કોપી આપીને બાકીનું પેમેન્ટ ચૂકવી આપવા જણાવતાં સંદીપકુમાર, વિજયભાઈ અને પાર્થે એક વ્યક્તિ દીઠ રૂ.૧૦.૫૦ લાખ મળી ત્રણ વ્યક્તિના રૂ.૩૧.૫૦ લાખ રોકડા ચૂકવી આપ્યા હતા. તેમજ ધરમવીર તેમજ હર્ષલે વીએફએસની કાર્યવાહી માટે અમદાવાદની એપોઈમેન્ટ લઈને વીએફએસ ઓફિસ અમદાવાદ ખાતે જરૂરી કાગળો જમા કરાવડાવીને ૧૧૫ દિવસમાં પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પ થઈને આવશે તેવો વિશ્વાસ આપ્યો હતો.SS1MS
