Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓમાં વિકસિત થશે થીમ-આધારિત ‘નમો ગૌરવ પાર્ક’

AI Image

ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી  સ્પેસ પ્રદાન કરવા  –ગુજરાત બજેટ 2026-27માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ ₹20 કરોડની રકમની ફાળવણી

₹100 કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકો  સુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે

પાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓસામાજિક મેળાવડાઓ  અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે

છોડવાં અને વૃક્ષોના વાવેતરથીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ  અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશે

ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ વયજૂથના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. એવા વાયબ્રન્ટ કોમ્યુનિટી સ્થળો જે મનોરંજનની સાથે સાથે સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે. ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવા માટે ખુલ્લી જગ્યાઓ ઓછી થઈ રહી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં થીમ-આધારિત ‘નમો ગૌરવ પાર્ક’ વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આવા થીમ આધારિત પાર્ક વિકસિત કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત બજેટ 2026-27માં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ ₹20 કરોડની રકમની ફાળવણી કરી છે.       

      ઉલ્લેખનીય છે કેથીમ આધારિત પાર્ક બહુવિધ પ્રકારની મનોરંજન પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ પ્રદાન કરે છેજેમાં રમત-ગમતફિટનેસ પ્રવૃત્તિઓસાંસ્કૃતિક પ્રવૃત્તિઓઇકોલોજીટેક્નોલોજી આધારિત સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા પાર્ક ફક્ત શહેરી વિસ્તારોમાં રહેવા માટેના માહોલને વધુ બહેતર જ નથી બનાવતાપરંતુ ગ્રીન કવરમાં વધારો કરીનેબાયોડાયવર્સિટીને પ્રોત્સાહન આપીને અને માઇક્રોક્લાઇમેટિક પરિસ્થિતિઓમાં સુધાર કરીને ક્લાઇમેટ એટલે કે આબોહવા જાળવણીને પણ સહયોગ કરે છે.

નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાના ઉદ્દેશ

      થીમ આધારિત નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાનો ઉદ્દેશ શહેરીજનોની મનોરંજન અને સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂર્ણ કરતા સલામતસમાવિષ્ટ અને વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્થળોનું નિર્માણ કરવાનો છે. આ પહેલ થકી બાળકોયુવાનો અને વરિષ્ઠ નાગરિકો એમ તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે જઆ પાર્કમાં વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ માટેના ઝોન્સ બનાવવામાં આવશે જે શારીરિક તંદુરસ્તીમાનસિક સુખાકારી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે.

પાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓસામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે. વધુમાંઆ પાર્ક વિકસિત કરવાનો એક ઉદ્દેશ સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ વૃક્ષો અને છોડવાંઓના વાવેતરથીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ દ્વારા શહેરી ઇકોલોજીમાં વધારો કરવામાં આવશેતેમજ ગ્રીન કવરમાં વધારોજળ સંરક્ષણ તેમજ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકીકૃત કરીને હવામાનની સ્થિતિસ્થાપકતામાં પણ સુધારો કરવામાં આવશે. આ પાર્કના નિર્માણ થકી શહેરી જીવનની એકંદર ગુણવત્તામાં વધારો કરવામાં આવશે.

નમો ગૌરવ પાર્કમાં સમાવિષ્ટ વિવિધ કોમ્પોનેન્ટ્સ

નમો ગૌરવ પાર્કમાં વિવિધ પ્રકારના કોમ્પોનેન્ટ્સ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છેજેમાં ચિલ્ડ્રન પ્લે ઝોન્સથીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોનફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયા, , રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસવૉટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સપબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટી તેમજ સ્માર્ટ પાર્ક ફીચર્સનો સમાવેશ થાય છે.

ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો માટે રમત-ગમતના સાધનો હશેતો થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર અને ફૂલોની ક્યારીઓથીમ આધારિત શિલ્પો અને કલાકૃતિઓનું સ્થાપન તેમજ બટરફ્લાય ગાર્ડનહર્બલ ગાર્ડન વગેરે હશેફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયામાં ઓપન જીમજોગિંગ અને વૉકિંગ ટ્રેક્સ તેમજ બેડમિંટનવૉલીબોલ જેવી રમતો માટેનો એરિયા હશે

રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસમાં ઓપન એર એમ્ફિથિયેટર અથવા પર્ફોર્મન્સ માટેના સ્ટેજયોગ અને મેડિટેશન માટે લૉન બનાવવામાં આવશેવૉટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સમાં નાનકડા તળાવફુવારાઓહરિત વિસ્તારો માટે ટપક સિંચાઈવરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ વગેરે વિકસિત કરવામાં આવશેપબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટીમાં પીવાના પાણીની સુવિધાસ્વચ્છ જાહેર શૌચાલયોબેસવા માટે બેન્ચીસ અને ગઝેબો તેમજ દીવ્યાંગો માટે સુવિધાજનક રસ્તાઓનો બનાવાવમાં આવશેજ્યારે સ્માર્ટ પાર્ક ફીચર્સમાં ગાર્ડનને સૌર ઊર્જાથી સંચાલિત કરવાવાઇ-ફાઇની સુવિધાસેન્સર આધારિત લાઇટિંગ સિસ્ટમડિજિટલ ઇન્ફોર્મેશન સાઇનેજિસ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

      આવા થીમ આધારિત નમો ગૌરવ પાર્કનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા થયેલા વ્યૂહાત્મક શહેરી રોકાણોને પ્રદર્શિત કરે છેજે શહેરી જીવનના પર્યાવરણીયમનોરંજન અને સામાજિક-સાંસ્કૃતિક પરિમાણોને મજબૂત બનાવે છે. આ પહેલ રાજ્યના સમાવિષ્ટપ્રજાલક્ષી અને આબોહવા-સ્થિતિસ્થાપક શહેરી વિકાસના વિઝનને ટેકો આપે છેઅને સાથે જ મહાનગરપાલિકા  વિસ્તારોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ માં વધારો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.