Western Times News

Gujarati News

“પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”

શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી

કડી, આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાંગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજાએ સેક્ટર-૨૩કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા પરીક્ષાને ઉત્સવ‘ ગણાવીચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી.

આ અવસરે  શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીશ્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પપેન અને રાઈટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતામંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

સાથેજ પરીક્ષા એ તમારા જીવનના ઘડતરનું એક સોપાન છેડરવાનું કારણ નથી. મનને શાંત રાખીઆત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવને ઉજવો તેમ જણાવતા શ્રી રિવાબા જાડેજાએ વિધાર્થીઓમાં નવા ઉત્સાહ અને ઉમંગમાં વધારો કર્યો હતો.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શાળાના સંચાલકો સાથે વાતચીત કરી પરીક્ષા કેન્દ્ર પરની સુવિધાઓ અને સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓ કોઈપણ માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવા વાતાવરણ બદલ તેમણે શાળા પરિવારની સરાહના કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલરાજ્ય વાળા યોજના ચેરપર્સનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરકડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રમુખશ્રી વલ્લભભાઈ પટેલ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓશાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.