Western Times News

Gujarati News

હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રતિકાત્મક

આગામી તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ હોળી અને તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી/ ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે, લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે.

આ તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા-જતા લોકો પાસેથી કેટલાક ઈસમો દ્વારા હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા, તેઓ ઉપર રંગ, રંગ મિશ્રિત પાણી, સીન્થેટીક રંગ, કાદવ અથવા તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઈજા થવાની અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.

આથી હું જી.એસ.મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી /૧૦૮૨/૧૦૮૦-એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામા નં.જીજી/ ૬/ ફકઅ / ૧૦૮૮/ ૬૭૫૦/મ) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ તા.૨૮/૦૨/૨૦૨૬ ના કલાક ૦૦/૦૦ વાગ્યાથી તા.૦૭/૦૩/૨૦૨૬ ના કલાક ૨૪/૦૦ વાગ્યા સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ હુકમ કરૂ છું:

હોળી-ધુળેટીના તહેવારમાં કોઇપણ વ્યક્તિ કે ઈસમોએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો/ વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કિચડ, રંગ, સીન્થેટીક રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ અથવા હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહિ અથવા બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહિ.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી અમદાવાદની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે નો ડ્રોન ફ્લાય ઝોનઅંગેનું શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું બહાર પડાયું

ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ ક્રમાંક: વિશેષ શાખા/ એ-સેકશન/ નો ડ્રોન ફ્લાય ઝોન/ ૧૪/૨૦૨૬ તા. ૨૭/૦૨/૨૦૨૬

ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નાઓ તા.૨૮/૦૨/૨૦૨૬ના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોય આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ મહાનુભાવશ્રી નાઓની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.

આથી હું જી.એસ.મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી /૧૦૮૨/૧૦૮૦-એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામા નં.જીજી/ ૬/ ફકઅ / ૧૦૮૮/ ૬૭૫૦/૫) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આ નીચે જણાવેલ સમયે મહાનુભાવશ્રી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરૂ છુ.

જે દરમ્યાનમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ  હોટ એર બલૂન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવું છું.

અપવાદ : પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામા માંથી મુક્તિ આપુ છું. વિસ્તાર :અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

આ હુકમ તા.૨૮/૦૨/૨૦૨૬ ના કલાક ૧૨/૦૦ થી કલાક ૨૧/૦૦ સુધી અમલમાં રહેશે. શિક્ષા: આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત નિર્દેશ કરેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોંટાડી, અમદાવાદ શહેર પોલીસના તમામ Social media એકાઉન્ટસ ઉપર તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો ઉપરથી બહોળી પ્રસિધ્ધી કરાવવી.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત/ અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઇ. સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.