Western Times News

Gujarati News

ક્યારેક તો મને પોતાને કલાકાર કહેતાં પણ થોડું અજીબ લાગે છે: કોંકણા

મુંબઈ, નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ કોંકણા સેન શર્માની સ્ટ્રીમિંગ ફિલ્મ ‘અક્યુઝ્ડ’ રિલીઝ થઈ છે, ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની જાત વિશે સતત મનોમંથન કરતાં રહેવાની વાત કરી હતી.

ફિલ્મના પ્રમોશન દરમિયાન એક વાતચીતમાં કોંકણાએ જણાવ્યું કે ક્યારેક તેને પોતાને ‘આર્ટિસ્ટ’ કહેતાં પણ થોડો અચકાટ કે કવિચિત્ર લાગણી થાય છે.તેને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે એક પ્રતિષ્ઠિત કલાકાર તરીકે તેનાં પર આવતી સામાજિક જવાબદારીઓ અને સત્તા સાથે તેનો સંબંધ કેવો છે અને તે કેવી રીતે તેને સંભાળે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, “હું હકીકતમાં આ રીતે નથી વિચરતી, કારણ કે અંદરથી અનુભવ બહુ અલગ હોય છે. હું મને બહારથી જોઈ શકતી નથી.

તેથી હું આ વિશે બહુ વિચારવાનો પ્રયત્ન કરતી નથી. હું વધારે અંતરમુખી છું અને ક્યારેક તો પોતાને ‘આર્ટિસ્ટ’ કહેતાં પણ મને થોડી અજીબ લાગણી થાય છે.”જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પોતાને લઈને વધુ ટીકાત્મક અભિગમ ધરાવે છે, ત્યારે તેણે કહ્યું, “ના, મને લાગે છે કે હું એ લોકોમાંની નથી જે કહે કે ‘મારું બધું જ પરફેક્ટ છે અને કોઈએ મને કે મારા પરિવારને પ્રશ્ન ન પૂછવો જોઈએ.’ આત્મચિંતન કરવું અને પોતાને પરખવું સારું છે.

વિચાર બદલવો પણ રસપ્રદ છે અને મારી ફિલ્મનાં પાત્ર ડૉક્ટર ગીતિકાની જેમ બહુ ચિંતિત ન થવું કે દુનિયા તમને કેવી રીતે જોઈ રહી છે.”તેણે આગળ ઉમેર્યું, “અન્ય લોકો આપણા વિશે શું વિચારે છે અથવા બહારથી કેવી રીતે જુએ છે, તેના પર આપણું ઘણું ઓછું નિયંત્રણ હોય છે. આપણી ઈમેજ પર બહુ નિયંત્રણ નથી. ક્યારેક આ બંદન તોડવું મહત્વનું હોય છે. તેથી તેના પર વધારે ધ્યાન ન આપવું અને પોતાની અંદરની દુનિયાને સમૃદ્ધ રાખવી વધુ સારી છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.