Western Times News

Gujarati News

બાફ્ટા વિજેતા ફિલ્મ ‘બૂંગ’ ૬ માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે

મુંબઈ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ચોકબોર્ડ એન્ટરટેઇન્મેન્ટ તેમજ સૂટેબલ પિક્ચર્સના સહયોગથી બનેલી ફિલ્મ મણિપુરી ફિલ્મ બૂંગ ૬ માર્ચે સમગ્ર દેશમાં થિએટર્સમાં રિલીઝ થઈ રહી છે.

ફિલ્મના પ્રોડ્યુસર્સે રિલીઝ ડેટ જાહેર કરીને ફિલ્મનું એક નવું પોસ્ટર પણ લોંચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મે તાજેતરમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોડ્‌ર્ઝમાં એવોર્ડ ફોર બેસ્ટ ચિલ્ડ્રન્સ-ફેમિલી ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ બની છે.

આ સન્માને ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઓળખ અપાવી અને તેને વૈશ્વિક પ્રતિસ્પર્ધીઓની શ્રેણીમાં સ્થાન અપાવ્યું છે.સોશિયલ મીડિયા પર નવી પોસ્ટર શેર કરતાં નિર્માતાઓએ લખ્યુંઃ “નિર્દાેષ, પ્રેમ અને સંઘર્ષની એક સફર. ભારતની પ્રથમ બાફટા એવોર્ડ વિજેતા ફિલ્મને ૬ માર્ચે સિનેમાઘરોમાં જુઓ.”

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન લક્ષ્મીપ્રિયા દેવીએ કર્યું છે. કથા એક નાનકડા છોકરાની આસપાસ ફરે છે, જે પોતાની માતાને સૌથી અર્થપૂર્ણ ભેટ આપવા માટે ગાયબ થયેલા પોતાના પિતાને ઘરે પાછા લાવવા નીકળે છે. તેની આ શોધ ધીમે ધીમે પરિવાર અને અપેક્ષાઓ અંગે તેની સમજ બદલાવે છે અને અંતે ભાવનાત્મક રીતે અચંબિત કરી દે તેવું પરિણામ આપે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા અને બાફટા સન્માન મેળવ્યા બાદ ‘બૂંગ’ હવે ૬ માર્ચે દેશભરના સિનેમાઘરોમાં વધુ વ્યાપક રિલીઝ માટે તૈયાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.