અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં મંડળીએ ખેડૂતોના ખાતામાં ત્રણ ગણી લોન ઉધારી
માલપુરના જાલમ ખાંટના મુવાડાની ગ્રુપ સેવા સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી વિવિધ ગ્રુપ સેવા સહકારી મંડળીઓમાં હોદ્દેદારો અને બેંકના કર્મચારીઓ સાથે મીલીભગતથી ખેડૂતોને ધિરાણ અને વ્યાજના નામે લૂંટાતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બહાર આવી હતી માલપુર તાલુકાના જાલમ ખાંટના મુવાડાની ગ્રુપ સેવા સહકારી મંડળીમાંથી લોન લેનાર ખેડૂતોના નામે લોન કરતા બે થી ત્રણ ગણી રકમ ઉધારી લાખ્ખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું ગામલોકાએ આક્ષેપ કરી બેંક નોટિસના પગલે ખેડૂતો દોડતા થયા હતા ન્યાયની માંગ સાથે માલપુર મામલતદાર, જીલ્લા રજીસ્ટ્રાર અને જીલ્લા અધી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.