Western Times News

Gujarati News

મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઠનું રીકન્ટ્રકશન કરાવતાં આખું ગામ ઉમટયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ પ્રથમ હત્યાની ધમકી આપ્યા બાદ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે હનીફ ગઠે ફિલ્મી ઢબે પોતાની કાર હંકારી લાવી બે થી ત્રણ બંમ્પરો કુદાવી મકસુદ પટેલને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતાં આખરે મુખ્ય સુત્રધાર ઝડપાઈ જતાં તેને ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો છે તેનું એ ટુ ઝેડ રીકન્ટ્રકશન કરાવતાં ઘટના સ્થળે ગ્રામજનોનું માનવ મહેરામણ ઉમટી પોલીસની પણ ગ્રામજનોએ પ્રશસંના કરી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ૧પમી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે મુબ્બસીર ગઠ ટેન્કર લઈ જુના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી વેળાએ ટેન્કર ચાલકને મકસુદ પટેલે કહયું હતું કે, તારા પપ્પા હનીફ ગઠ અમને કેમ કચડી મારવાની ધમકી આપે છે

તેમ કહેતાં મુબ્બસીર ગઠે તાત્કાલીક તેના પિતાને ફોન કરતાં પિતા ઘટના સ્થળથી ૧ કિ.મીના અંતરે ચોકડી નજીક ઘરે હોય અને તેની સાથે સુફીયાન ગઠ ગાડીમાં ધસી આવી ૧૦૦ની સ્પીડે કારની અડફેટે મકસુદ પટેલને ઉડાવી રપ થી ૩૦ ફુટ ફંગોળી ગાડી રીવર્સમાં લઈ મકસુદ પટેલનો હત્યાનો પ્રયાસ કરતાં મકસુદ પટેલને હાથ–પગમાં ફેકચર અને માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જો કે ગુનાની ગંભીરતા સમજી પોલીસે પણ ત્રિપુટીનું પગેરું મેળવવાનો પ્રયાસ કરતાં મુબ્બસીર ગઠ અને સુફીયાન ગઠ સુરતમાં સંબંધીના ઘરે હોવાની માહિતીના આધારે વાગરા પોલીસે સુરતમાં ધામા નાખી બન્ને આરોપીઓને દબોચી લાવી સબજેલ ભેગા કર્યા હતા.

તેવા સમયમાં જ મુખ્ય સુત્રધાર હનીફ ગઠ કરજણના બસ સ્ટેન્ડ નજીક ઉભો હોય અને અન્ય જગ્યાએ ભાગવાની પેરવીમાં હોય તે સમયે જ વાગરા પોલીસે કરજણ બસ સ્ટેન્ડ નજીકથી મુખ્ય આરોપીને દબોચી લાવી ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગેનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું

જેને જોવા લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રિપુટીનો ગામમાં એટલી હદે ત્રાસ હતો કે સમગ્ર ગામ ભયના ઓઠા હેઠળ હોય જેથી આરોપીઓના જામીન ના મંજુર થયા તે માટે ગામના ૧૨૬ જાગૃત લોકોએ સહી કરી અરજી પોલીસમાં આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.