Western Times News

Gujarati News

રાજકોટ જિલ્લા વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા

ગોમટા ચોકડી નજીકથી નકલી ઘી-દૂધનો જથ્થો ઝડપાયો -SOGએ રૂ.૧,પ૯,૯૬રનો મુદ્દામાલ કબજે કર્યો

ગોંડલ, ગોમટા ચોકડી પાસે આવેલા કોરોવા મિલ્ક પ્રોડકટ પ્રાઈવેટ લીમીટેડ નામની દૂધ તથા દૂધની બનાવટ બનાવતા કારખાના પર એસઓજી પોલીસે દરોડો પાડી રૂ.૧,પ૯,૯૬રની કિંમતનું રપ૮ લીટર શંકાસ્પદ ઘી કબજે કરી કાર્યવાહી કરી હતી.

રાજકોટ જિલ્લા વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર એફ.એ. પારગી દ્વારા અલગ અલગ ટીમ બનાવી રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા તે દરમિયાન પો.સબ ઈન્સ પી.બી. મિશ્રા, એ.એસ.આઈ વિપુલભાઈ ગુજરાતી તથા હે.કો. ક્રિપાલસિંહ જાડેજાની બાતમીના આધારે

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રો એડમિનિસ્ટ્રેશનના સિનિયર ફૂડ સેફટી અધિકારી એસ.પી. સોલંકીને સાથે રાખી નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે આવેલા ‘કોરોવા મિલ્ક પ્રોડકટ લિમિટેડ કંપની નામના કારખાના પર રેઈડ કરતા સંચાલક મુકેશભાઈ જમનભાઈ બાલધા હાજર મળી આવેલા

જેઓના એકમમાંથી ૧પ૦ લીટર શંકાસ્પદ છુટ્ટુ (લુઝ) ઘી જેની કિ. રૂ.૯૩,૦૦૦/- તથા ૧૦૮ લીટર પ્રસંગ દેશી ગાયનું ઘી કિ. રૂ.૬૬,૯૬ર એમ કુલ મુદ્દામાલ ૧,પ૯,૯૬ર/-નો જથ્થો મળી આવેલો હોય ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના સિનિયર ફૂડ સેફટી અધિકારી એસ.પી. સોલંકી દ્વારા સીલ કરી તપાસણી અર્થે જરૂરી સેમ્પલ લેવામાં આવેલા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.