Western Times News

Gujarati News

ગોધાવીમાં 52 કરોડનાં ખર્ચે સ્ટોર્મ 10 કિમીની વોટરલાઈન નંખાશે: મણિપુર, શેલાના રહીશોને લાભ થશે

AI Image

ગોધાવી લાઈનથી દર ચોમાસે ગોધાવી અને નીચાણવાળા વિસ્તારોમાં થતા જળબંબાકારની સમસ્યાને કાયમી ઉકેલ આવશે.

(એજન્સી)અમદાવાદ, ગોધાવીના ઓલીમ્પીક વીલેજ બનનાર હોવાના કારણે ટીપી ૪પ૭માં પર કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વોટર લાઈન નખાશે. ઔડાએ ટીપી પાસ કરી ઝોન ફેર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં પાયાની સુવિધાઓ વિકસાવવા માટે કામગીરી શરૂ કરાશે.

એક વર્ષ પહેલા ગોધાવી એગ્રીકલ્ચર ઝોનમાં હતું પરંતુ ઔડાએ ઝોનફેર કર્યો હતો. એ પછી ડ્રાફટ ટીપી તૈયાર કર્યો બાદ ફાઈનલ ટીપી જાહેર કરાઈ હતી. ગોધાવીમાં રોડ, ગટર, પાણી સહિતની નવી સુવિધા વિકસાવવા માટેનું આયોજન કરાઈ રહયું છે. સૌપ્રથમ સ્ટોર્મ વોટર લાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ભવીષ્યમાં બનનાર ઓલીમ્પીક વિલેજને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પલાનીગ કવામાં આવી રહયું છે. ગોધાવી મણીપુર, સનાથલ, તેલાવ અને શેલા સહીતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીન ભરાય તેને ધ્યાનમાં રાખીને ૧૦ કિમીથી વધુની પાઈપલાઈન નાખવામાં આવશે અને આવનારા બે વર્ષમાં કામગીરી પુર્ણ કરવામાં આવશે.

ભવીષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા પોતાના હદ વિસ્તારમાં અત્યારથી જ આયોજનબદ્ધ કામગીરી શરૂ. ગોધાવીમાં ઓલીમ્પીક વિલેજ બનવાને કારણે આસપાસના મણીપુર શેલા અને શીલજ જેવા વિસ્તારોના ઈન્ફારસ્ટ્‌કચરમાં મોટો સુધારો થશે.

ઓલીમ્પીક વિલેજને જોડતો નવો રસ્તો આગામી એક વર્ષમાં તૈયાર કરી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. રીગ રોડની પુર્વ-પશ્ચિમ બંને તરફના વિસ્તારોમાં ગટર પાણીની સુવિધા પર ભાર નવો રસ્તો બનવાથી ઘટશે અને આસપાસના ગામડાઓમાં લોકોને અમદાવાદ શહેરમાં આવવા જવા માટે ઝડપી કનેકટીવીટી મળશે.
૧૦ કિમીની નવી સ્ટોર્મ વોટર લાઈનથી દર ચોમાસે ગોધાવી લાઈનથી દર ચોમાસે ગોધાવી અને નીચાણવાળા વિસ્તારોમાં થતા જળબંબાકારની સમસ્યાને કાયમી ઉકેલ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.