Western Times News

Gujarati News

અમદાવાદમાં રીક્ષાચાલકો સ્ટિકર લગાવ્યા વગર બિન્દાસ્ત ફરે છે

પ્રતિકાત્મક

2 લાખમાંથી માત્ર ૮૩ હજાર રિક્ષામાં જ સ્ટીકર-ચોરી-લૂંટના બનાવો રોકવા પોલીસનું “માય ઓટો સેફ ઓટો” અભિયાન

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રોડ રસ્તા પર ફરતી રીક્ષાઓ શહેરની ઓળખ સમાન છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં બેસતા પેસેન્જરો લુંટાતા હોવાના બનાવો સતત વધી રહયા હતા. આ પ્રકારના બનાવો રોકવા માટે શહેર પોલીસે ગત ડીસેમ્બર માસથી માય ઓટો સેફ ઓટો નામનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.

જે અંતર્ગત શહેરમાં ફરતી રીક્ષાઓના માલીક અને ચાલકોની તમામ વિગતો પોલીસ સ્ટેશનના રેકર્ડમાં કેદ કરવામાં આવી રહી છે. પોલીસના આ અભીયાનમાં રીક્ષાની તમામ વિગતો મેળવી લીધા બાદ તે રીક્ષાને એક નંબર આપવામાં આવે છે. અને તે નંબર વાળુ સ્ટિકર રીક્ષાની ફરતે લાગવામાં આવે છે. પેસેન્વજર ધ્યાનમાં રહે તેવા નંબર ધરાવતું આ સ્ટિકર હકીકતમાં લોકોની સુરક્ષા માટે લાભદાયક હોવાનું મનાઈ રહયું છે.

કોઈ પણ બનાવ બંને ત્યારે પોલીસ પણ એક નંબર આધારે ગણતરીના સમયમાં રીક્ષા ચાલક સુધી પહોચીને ગુનાનો ભેદ ઉકેલવા સક્ષમ બની રહેશે. શહેરમાં ફરતી આશરે બે લાખથી વધુ રીક્ષાઓમાંથી હાલ સુધીમાં માત્ર ૮૩૭૭૦ રીક્ષામાં જ સ્ટિકર લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

આમ અનેક રિક્ષામાલીકોએ સ્ટિકર ન લગાવ્યા હોવા છતાંય બિન્દાસ્ત રોડ પર ફરી રહયા છે. ઉલ્લેખનીય છેકે આ પ્રોજેકટ હાથ ધરાયા બાદતાજેતરમાં બે પેસેન્જરને લુંટવાના બે કિસ્સા પણ બની ચુકયા હતા.

લોકો રીક્ષામાં સવારી કરે છેત્યારે હકીકતમાં સુરક્ષીત સવારી બની રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. શહેરની જીવનરેખા સમાન રીક્ષા સવારી પણ સુરક્ષીત હોવી જરૂરી હોવાનું પોલીસ માની રહી છે. જેનેલઈને શહેરની તમામ રીક્ષાઓના ચાલકોને એક નંબર આપવામાં આવી રહયો હતો. જેમાં માલીક ભાડુઆત અને ચાલકની તમામ પ્રકારની ઓળખની વિગતોની પોલીસ નોધણી કરીહતી.

જે નોધણી કરીને આપવામાં આવતા નંબર વાળુ સ્ટિકર પોલીસ સ્ટેશનના નામે સાથે રીક્ષા પર લગાવવાનું આ કામ જોરશોરથી ચાલી રહયું હતું. પરંતુ હમણાંથી બે લાખથી વધુ રીક્ષાઓ છે. પરંતુ પોલીસે શરૂ કરેલા પ્રોજેકટ અંતર્ગત માત્ર ને માત્ર ૮૩,૭૭૦ રીક્ષામાં જ આ સ્ટિકર લાગ્યા હોવાથી ગુનેગારો ફરી સક્રીય થયા છે.

તાજેતરમાં બે બનાવો પણ બની ચુકયા હતા જેમાં મુસાફરોની કિમતી મતા લુંટાઈ હતી. એકતરફ લોકોની સુરક્ષાની ચિંતા કરતી પોલીસે શરૂ કરેલા પ્રોજેકટ પર હાલ બ્રેક વાગી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.