Western Times News

Gujarati News

વિજય દેવરકોન્ડા અને રશ્મિકાનું સરકારી શાળાના ૪૪ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વચન

મુંબઈ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ પોતાના અભિનયથી તો છેલ્લા એક દાયકામાં ઘણા લોકોના દિલ જીત્યાં હતાં. પરંતુ હવે લગ્ન પછીની તેમની તેમના પ્રશંસકો પર પ્રેમ અને લાગણી વરાસવવાની રીતથી તેમણે ફિલ્મથી પણ વધુ લોકોનાં દિલ જીતી લીધાં છે.

વિજય અને રશ્મિકાએ તેમને મળેલા પ્રેમ અને પ્રાર્થનાઓ બદલ દેશવ્યાપી અન્નદાન મહોત્સવ શરૂ કર્યાે છે, જેમાં દેશભરનાં લોકોને ટ્રક ભરીને વિવિધ શહેરોમાં મીઠાઈઓ મોકલી છે અને દેશના ઘણા મંદિરોમાં દાન મોકલ્યું છે. હવે તેમણે જાહેર કર્યું છે કે તેઓ તેમનાં ગામની સરકારી શાળાઓના ૪૪ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ રૂપે વિદ્યા દાન કરશે.

એટલું જ નહીં વિજય અને રશ્મિકાએ તેમનાં લગ્નના દિવસો દરમિયાન પાપરાઝી માટે બપોરના અને સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. આ અંગેના અહેવાલો અનુસાર તેલંગણાના નાગરકર્નુલ જિલ્લામાં વિજયના દેવરકોંડા ચેરિટેબલ ટ્રસ્ટ વતી વિજય અને રશ્મિકાએ ૪૪ સરકારી શાળાઓના ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો બધો જ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.

હૈદ્રાબાદના એક કાર્યક્રમનો તેમનો વીડિયો વાયરલ થયો છે, ડેમાં મંચ પર વિજય, રશ્મિકા અને વિજયના માતા માધવી દેવરકોંડા, ગામના લોકોને સંબોધ કરી રહ્યા છે.

આ સિવાય તેમના ગૃહ પ્રવેશ અને સત્યનારાયણ પૂજા વિધિની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ સાથે જ રશ્મિકાએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમના ગ્રાન્ડ સંગીતની તસવીરો અને શોર્ટ વીડિયો પણ શેર કર્યાં હતાં. જે પણ ખુબ વાયરલ થયા છે. હવે વિજય અને રશ્મિકા હૈદ્રાબાદમાં તેમનું એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવાના હોવાના પણ અહેવાલો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.