ઈઝરાયલની વાયુસેનાએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો
AI Image
૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં ૧૦૪૫થી વધુ લોકોના મોત થયા છે. ૧૩૦થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા છે.
મીનાબ શહેરમાં જ્યાં એક ગર્લ્સ સ્કૂલ પર હુમલામાં ૧૬૦થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના મોત 28 ફેબ્રુઆરીના દિવસે થયેલા હુમલામાં થયા.
તેહરાન 5 માર્ચ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં હિસાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઈઝરાયલની વાયુસેનાએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેમણે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે.
આ હુમલાઓને કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનું વાતાવરણ છે અને શાંતિની અપીલ વચ્ચે પણ બંને દેશો એકબીજા પર વિનાશક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિતા વ્યાપી ગઈ છે.
Iran held a mass funeral on Tuesday for the dozens of young students and staff killed in a US-Israeli #bombing of a primary school in #Minab, southern #Iran.
Iranian Foreign Minister Seyed Abbas Araghchi condemned the attack on X, calling it “innocents murdered in cold… pic.twitter.com/z5NNmHON8Y
— CGTN (@CGTNOfficial) March 3, 2026
- ઈઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો: ઈઝરાયલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેમણે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો એરસ્ટ્રાઈક કર્યો છે. પાંચ દિવસમાં ૫,૦૦૦થી વધુ બોમ્બ અને મ્યુનિશન ઈરાનના વિવિધ વિસ્તારોમાં ફેંકાયા છે.
- ટાર્ગેટ્સ: રાજધાની તેહરાન અને તેની આસપાસના સૈન્ય ઠેકાણાઓ, મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- ઈરાનની જવાબી કાર્યવાહી: ઈરાને પણ ઈઝરાયલ તરફ અનેક મિસાઇલ દાગી છે. ઈઝરાયલમાં સાયરન વાગ્યા, લોકો શેલ્ટરમાં ગયા, અને ડિફેન્સ સિસ્ટમ દ્વારા મિસાઇલ રોકવાનો પ્રયાસ થયો.
- માનવીય નુકસાન: ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં ૧૦૪૫થી વધુ લોકોના મોત થયા છે. ૧૩૦થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા છે. સૌથી દુઃખદ ઘટના મીનાબ શહેરમાં બની, જ્યાં એક ગર્લ્સ સ્કૂલ પર હુમલામાં ૧૬૦થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના મોત થયા.
- વૈશ્વિક ચિંતા: આ હુમલાઓને કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનું વાતાવરણ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટે અપીલ થઈ રહી છે, પરંતુ બંને દેશો વિનાશક હથિયારોનો ઉપયોગ ચાલુ રાખી રહ્યા છે.
ઈઝરાયલી સૈન્ય (IDF) દ્વારા સોશિયલ મીડિયા પર અપાયેલી જાણકારી મુજબ, ઓપરેશન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઈરાનના અલગ-અલગ વિસ્તારોમાં ૫૦૦૦થી વધુ મ્યુનિશન અને બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ હુમલાઓનો મુખ્ય ટાર્ગેટ રાજધાની તેહરાન અને તેની આસપાસના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ છે. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓનો હેતુ ઈરાનના સૈન્ય માળખા અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે, જેથી ઈઝરાયલ પર થતા હુમલાઓને રોકી શકાય.
બીજી તરફ, ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો દાગી છે. આ મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, ઈઝરાયલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડવાની કોશિશ કરી હતી.
સુરક્ષાના ભાગરૂપે લોકોને અમુક સમય માટે શેલ્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ જવાબી કાર્યવાહીને કારણે યુદ્ધ હવે લાંબો સમય ચાલશે તેવા સંકેતો મળી રહ્યા છે. આ ભીષણ યુદ્ધમાં સૌથી મોટું નુકસાન સામાન્ય જનતાને ભોગવવું પડી રહ્યું છે.
અહેવાલો મુજબ, ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં ૧૦૪૫થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ઈરાનના મીડિયા પ્રમાણે, ૧૩૦થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો આ હુમલાથી પ્રભાવિત થયા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના દક્ષિણ શહેર મીનાબમાં બની હતી, જ્યાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૬૦થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફે જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલો અને સરકારી ઈમારતો પણ આ યુદ્ધની ઝપેટમાં આવી ગઈ છે.
