Western Times News

Gujarati News

9 મહિનામાં સુભાષબ્રિજ ટુ વ્હીલર અને હળવા વાહનો માટે શરૂ કરવામાં આવશે

file Photo

સુભાષબ્રિજ રીડેલપમેન્ટ માટે રૂ.236 કરોડના ટેન્ડર મંજૂર-હયાતબ્રિજ 9 મહિનામાં તૈયાર થઈ જશે

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કહી શકાય તેવા સુભાષબ્રિજની રી-સરફેસને નુકશાન થયા બાદ મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. તેમજ જુના બ્રિજ રીપેરીંગ અને તેની બંને તરફ નવી બે લેન બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેને મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી તરફથી મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદના હયાત સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા અને નવી બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ થશે.હયાત સુભાષબ્રિજનું રીડેવલોપમેન્ટની કરવામાં આવશે. જેનું કામ લગભગ 9 મહિનામાં પૂર્ણ થઈ જશે તેમજ ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  મીરાંત પરીખે જણાવ્યું હતું કે સુભાષબ્રિજને રીડેવલોપમેન્ટ અને નવા બે લેન સાથે નવો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત રકમ રૂ. 232 કરોડ હતી

જેમાં 1.5 ટકા વધીને રૂ. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવી છે. સુભાષ બ્રિજ ને રી- ડેવલોપમેન્ટ કરવામાં આવશે, જેમાં હયાત બ્રિજ ના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે.

હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં નવી બે લેન તૈયાર કરવામાં આવશે જે આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે જોકે હયાત બ્રિજ ના સ્ટ્રકચરને તોડી અને બ્રિજને નવો બનાવી દેવામાં આવશે જે આગામી મહિનામાં પૂર્ણ થઈ જશે એપ્રિલ મહિનામાં કામને શરૂ કરવામાં આવી શકે છે

જેથી વર્ષ 2027 ના જાન્યુઆરી મહિનામાં સુભાષબ્રિજ ટુ વ્હીલર અને હળવા વાહનો માટે શરૂ કરવામાં આવશે નવો બ્રિજ બનાવ્યા બાદ તેનો લોડ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં ભારે વાહનો અત્યારે ચલાવવા કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.