Western Times News

Gujarati News

હીર રાંઝા માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

મુંબઈ, ઈમ્તિયાઝ અલી તથા એક્તા કપૂરની ફિલ્મ ‘હીર રાંઝા’માં હિરોઈન તરીકે ‘ધુરંધર’થી જાણીતી બનેલી સારા અર્જુનની એન્ટ્રી થી હોવાની ચર્ચા હતી પરંતુ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ આ ચર્ચાને ફગાવી છે.

મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી સારા અર્જુનને આ ફિલ્મ માટે સાઈન કરાઈ નથી. તેણે એમ પણ જણાવ્યું છે કે આ ફિલ્મની હિરોઈન જ્યારે પણ ફાઈનલ થશે ત્યારે પોતે તે વિશે અપડેટ આપશે. અગાઉ આ ફિલ્મમાં હિરો તરીકે રોહિત સરાફને સાઈન કરાયો હોવાની પણ ચર્ચા હતી.

જોકે, બાદમાં એ પણ સ્પષ્ટ થયું હતું કે રોહિત સરાફને હજુ ફાઈનલ કરાયો નથી. ઈમ્તિયાઝ અલીનાં બેનર હેઠળ અગાઉ ‘લૈલા મજનુ’ ફિલ્મ બનાવાઈ હતી. તે પછી તેની કડી રુપે જ હીર રાંઝાની જૂની વાર્તાને નવાં સ્વરુપે ઢાળીને આ ફિલ્મ બનાવાઈ રહી હોવાનું કહેવાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.