બ્યુટી એન્ડ ધ બીસ્ટની વાર્તા ઉલ્ટાવીને બની થમ્માની વાર્તા
મુંબઈ, થમ્મા, એક અલગ જ પ્રકારની લવ સ્ટોરી છે, જેમાં એક સામાન્ય માણસ અને વેમ્પાયરની લવસ્ટોરીની વાત છે. જેમાં લાગણી, રહસ્ય અને પૌરાણિક કથાઓને રજૂ કરવામાં આવી છે. ક્લાસિક ‘બ્યુટી એન્ડ ધ બીસ્ટ’ની કથાને ઉલટાવીને, આ ફિલ્મમાં સુંદરતા, સંવેદનશીલતા અને ‘બીસ્ટ’ ના વિચારને નવીન અને આધુનિક રીતે દર્શાવે છે.
શનિવાર, ૨૧ માર્ચના દિવસે આ ફિલ્મ થમ્માનું પહેલી વખત સોની મેક્સ પર વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે.ફિલ્મના ડિરેક્ટર આદિત્ય સરપોતદારે જણાવ્યું કે તે હંમેશા આયુષ્માન ખુરાના સાથે કામ કરવા માંગતા હતા. તેણે જણાવ્યું, “શરૂઆતથી જ, આયુષ્યમાન મારી પહેલી અને એકમાત્ર પસંદગી હતો.
આયુષ્માનમાં સ્વાભાવિક ભાવનાત્મક પ્રામાણિકતા છે જેનાથી પ્રેક્ષકો તરત જ તેની સાથે જોડાઈ જાય છે, ભલે દુનિયા ગમે તેટલી અસામાન્ય કેમ ન હોય.”આયુષ્માન ખુરાનાએ ફિલ્મમાં આલોક ગોયલની ભૂમિકા ભજવી છે, જે ઇન્ફ્લ્યુએન્સર છે અને તે રશ્મિકા મંદન્ના એટલે કે, તાડકા/તારિકાના પ્રેમમાં પડે છે, ત્યારે તેનું જીવન પણ બદલાઈ જાય છે.
આ મેડોક હોરર કોમેડી યુનિવર્સનો ૫ મો ભાગ છે. ફિલ્મના ડિરેક્ટર આદિત્ય સરપોતદાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી, પરેશ રાવલ અને સત્યરાજ પણ મહત્વની ભૂમિકામાં છે. શનિવારે રાત્રે ૮ વાગ્યે સોની મેક્સ પર થમ્માનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થશે.SS1MS
