Western Times News

Gujarati News

બાર કાઉન્સિલ ઈલેક્શનઃ અમદાવાદ જીલ્લામાં ૧૨૦૭૦ વકીલોએ મતદાન કર્યુ ! ૭૬૫ મત રદ થયા ?!

ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નરો અને કેટલાક વકીલ ઉમેદવારો વચ્ચે ઐતિહાસિક કાનુની જંગ વચ્ચે મત ગણતરી શરૂ થઈ, પરંતુ બેલેટ બોકસ લઈ જતી ટ્રક બીનવારસી જણાતા વિડિયો વાયરલ થતાં અફવા ફેલાઈ જે વકીલોના ઉશ્કેરાટનું કારણ બની ?! જવાબદાર કોણ ?!

ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને ઉમેદવાર પરેશભાઈ વાઘેલા, જોઈન્ટ કમિશ્નર મિલનભાઈ પટેલના કહેવાથી શંકાનું સમાધાન કરાવવા ટ્રક પર ચઢયા ને તેમને નોટિસ મળી ?!

તસ્વીર ગુજરાત યુનિર્વિસટીના પટાંગણમાં આવેલા “અટલ કલામ” હોલ પાસેની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ શાંતિથી અને સરળતાથી પૂર્ણ થઈ ગઈ હતી ! કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી !

આ ચૂંટણી કમિશ્નરશ્રીઓ સર્વ શ્રી હસમુખભાઈ એમ. પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રÂશ્મનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મિલનભાઈ પટેલ અને બાર કાઉન્સિલના સેક્રેટરી શ્રી સિÂધ્ધબહેન સહિત સમગ્ર સ્ટાફની મહેનતનું આ નિષ્ઠાનું પરિણામ હતું ! પરંતુ ગુજરાત યુનિર્વિસટીના પટાંગણમાં એક કથિત ઘટનાનો વિડિયો કોઈએ વાયરલ કર્યાે !

જેમાં ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીના સીલબંધ બેલેટ બોકસને લઈ જતી ટ્રકને કેટલાક વકીલોએ જોઈ જેનો ટ્રક નં. જી.જે-૦૧-એચ.ટી-૬૧૮૪ છે તેના દરવાજા ખુલ્લા હતાં અને બેલેટ પેપરની પેટીઓ ખુલ્લેઆમ બિનવારસી પડી હતી ! આવો વિડિયો કોઈએ વાયરલ કરતા વકીલ ઉમેદવારો અને તેમના ટેકેદારો ભડકી ગયા ને પછી અફવાઓ ફેલાતા વકીલો તો રસ્તા પર આવી ગયા અને દેખાવો કર્યા અને વકીલાતની વ્યવસાયિક ગરિમાનો ભંગ થયો ! જે ન થવો જોઈએ !

બીજી તસ્વીર એવી છે કે, જેમાં વકીલ ઉમેદવારોના મગજમાં અનેક તર્ક વિતર્ક થયા અને બેલેટ બોકસ લઈ જતી ટ્રકને અટકાવી કેટલાક વકીલોએ ખુલાસા માંગ્યા અંતે જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મીલનભાઈ પટેલની સંમતિથી અને વકીલોની સંમતિથી ગુજરાત બાર કાઉન્સિલના વર્તમાન ઉમેદવાર શ્રી પરેશભાઈ વાઘેલાએ ટ્રકમાં જઈ તપાસી રીપોર્ટ આપ્યો કે બધા સીલ યથાવત છે ! પછી વકીલોના મનમાંથી શંકા દુર થઈ !

છતાં કેટલાક વકીલો એવું કહેતા હોવાનું કહેવાય છે કે, વપરાયા વગરના બેલેટ પેપર સાથે ન લઈ જાઓ ?! પરંતુ ટુંકમાં આ પ્રશ્ન આ રીતે હળવો થઈ ગયો હતો ! નીચેની બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! જેને આખરે મત ગણતરી શરૂ થઈ ગઈ છે !

જેમાં વેસ્ટર્ન ટાઈમ્સે વિશ્વાસ પાત્ર વર્તુળો મારફતે મળેલી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના મતો જુદા પાડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ! જેમાં અમદાવાદ શહેરમાં ૭૪૧૫ મતોનું મતદાન થયું જેમાંથી ૬૯૫૯ મતો યોગ્ય ઠર્યા અને ૪૫૬ મતો રદ થયા ! જયારે ગુજરાત હાઈકોર્ટ ખાતે ૧૯૮૯ નું મતદાન થયું જેમાં ૧૮૨૨ મતો યોગ્ય ઠર્યા અને ૧૬૭ મતો રદ થયા ! બાવળામાં ૬૬ મતોનું મતદાન થયું જેમાં ૬૨ મતો યોગ્ય ઠર્યા અને ૪ મતો રદ થયા !

ધોળકામાં ૨૪૦ મતોનું મતદાન થયું જેમાં ૨૩૩ મતો યોગ્ય ઠર્યા અને ૭ મતો રદ થયા ! માંડલમાં ૪૫ મતો પડયા જેમાં ૪૪ મતો યોગ્ય ઠર્યા અને ૧ મત રદ થયો ! સાણંદમાં ૧૮૬ મતો પડયા જેમાં ૧૭૭ મતો યોગ્ય ઠર્યા અને ૯ મતો રદ થયા ! વિરમગામમાં ૧૪૭ મતો પડયા જેમાં ૧૩૬ મતો યોગ્ય ઠર્યા અને ૧૧ મતો રદ થયા !

દહેગામમાં ૧૯૪ મતો પડયા જેમાં ૧૯૦ મતો યોગ્ય ઠર્યા અને ૪ મતો રદ થયા ! ગાંધીનગરમાં ૧૨૦૮ મતો પડયા જેમાં ૧૧૨૧ મતો યોગ્ય ઠર્યા અને ૮૭ મતો રદ થયા ! કલોલના ૩૫૭ મતોનું મતદાન થયું જેમાં ૩૪૨ મતો યોગ્ય ઠર્યા અને ૧૫ મતો રદ થયા! માણસામાં ૧૩૩ મતો પડયા જેમાં ૧૩૨ મતો યોગ્ય ઠર્યા અને ૧ મત રદ થયો ! મળેલી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના ૧૨૦૭૦ મતોનું મતદાન થયું જેમાં ૧૧૩૦૫ મતો યોગ્ય ઠર્યા અને ૭૬૫ મતો રદ થયા !

હવે આગળની ચૂંટણી પ્રક્રીયા ચાલુ છે ! ચોથી તસ્વીર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની કચેરીની છે ! બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સમક્ષ ગુજરાત બાર કાઉન્સિલના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રÂશ્મનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મીલનભાઈ પટેલ વકીલ ઉમેદવારોના તથા અન્યના કથિત ગેરવર્તન વિરૂધ્ધમાં ફરિયાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ફરિયાદ કર્યા પછી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી શ્રી શ્રીમતો સેને ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીના ૧૨ જેટલા ઉમેદવારોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને ૭ દિવસમાં ખુલાસો માંગ્યો છે !

જયારે અન્ય બે મળીને કુલ ૧૪ ને નોટિસ આપી છે ! જોઈએ આરોપી વકીલો શું ખુલાસો કરે છે ??!! અને કાનૂની યુદ્ધ કેટલું આગળ વધે છે ??! ગુજરાત બાર કાઉન્સિલના ઈતિહાસમાં પ્રથમ ઘટના છે જેમાં કાયદાકીય પ્રક્રિયામાં ઉમેદવારો સામે હાથ ધરાય છે ??! બેલેટ બોકસ ટ્રકમાં છોડીને જવાબદારો કયાં ગયા હતાં ?! કોણ હતાં ?! તેની ગંભીર નોંધ કેમ લેવાતી નથી ?! આ વકીલોના પણ સવાલો છે ?! એનું શું ??! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહે છે કે, “ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”! બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “”સત્યને” તેની ચડ્ડી પહેરવાની તક મળે ત્યાં સુધીમાં તો “અસત્ય” પૃથ્વીનો અડધો આંટો મારી ચુકયું હોય છે”!!

આજના એ.આઈ. યુગમાં ટેકનોલોજીના વિકાસ યુગમાં અને ઈન્સ્ટ્રાગ્રામ યુગમાં અસત્યની અફવા ને ફેલાવવામાં સ્થાપિત હિતો ઘટના સ્થળ પરથી દુર હોવા છતાં કયારેક કામિયાબ એવી રીતે થાય છે જે કયારેક પ્રતિભાશાળી બુÂધ્ધજીવીઓની સમજની બહાર હોય છે ?!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ! ગુજરાત બાર કાઉન્સિલના તમામ ઉમેદવારો બેલેટ પેપર સીલ કરવા માટે પોતે સહી કરી ! છતાં બેલેટ બોકસ બહાર લઈ જતી વખતે અફવા એવી ફેલાઈ કે કેટલાક વકીલ ઉમેદવારો તેનો ભોગ બનીને બેલેટ બોકસ લઈ જતી ગાડીને ઘેરી લઈ વિરોધ પ્રદર્શન કરી નાંખ્યું ! અને ચીફ ઈલેકશન કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રÂશ્મનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મિલનભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવી પોલીસ રક્ષણ માંગવું પડયું અને ઉશ્કેરાટ એવો ફેલાયો કે વધુ પોલીસ સ્ટાફ બોલાવવાની જરૂર પડી !!

અટલ કલામ હોલ ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનેક અગવડો અને તકલીફો વચ્ચે શાંતિથી સંપન્ન થઈ ! ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નરશ્રીઓએ તથા કર્મશીલ સ્ટાફે ઈલેકશન રૂલ્સ-૨૦(ર) મુજબ બેલેટ સીલ કર્યા છતાં એક વિડિયોએ શંકાના વાદળો ઘેર્યા અને બીનજરૂરી સંઘર્ષ સર્જાયો ?!

મહાત્મા ગાંધી કહે છે કે, “હિંસાથી મેળવાયેલી જીત હાર સમાન છે”!! ગુજરાત યુનિર્વિસટી ખાતે આવેલા “અટલ કલામ” હોલ ખાતે યોજાયેલી ચૂંટણી સ્થળ પર કાળજાળ ગરમીમાં વકીલોએ લાંબી કતારમાં ઉભા રહી મતદાન કર્યુ ! પીવાના પાણીની સગવડ વગર પરેશાની ભોગવીને પણ શાંતિથી મતદાન વકીલોએ કર્યું ! તો પછી અચાનક એવું તો શું બન્યું કે કેટલાક ઉમેદવારોએ બેલેટ બોકસની ગાડીને ઘેરી લઈ ઉશ્કેરાટ ફેલાવી સૂત્રોચાર કર્યા ! અને ગુજરાત બાર કાઉન્સિલના સ્ટાફની સલામતી માટે પોલીસ બોલાવવી પડી ??!

ઈલેકશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી મત પત્રકો ઉમેદવારોની ઉપસ્થિતિમાં સહી સાથે સીલ કરાયા ! ચૂંટણી સમયે માર્ક કરેલી કોપી ! નહીં વપરાયેલા મત પત્રો તથા કેન્સલ થયેલા બેલેટ પેપર્સ અને ચૂંટણીના માર્ગદર્શન મુજબ અન્ય મહત્વના કાગળો લઈ જતી ગાડીને એકાએક ઉમેદવાર શ્રી એ. એ. અન્સારી, શ્રી પરેશકુમાર વાઘેલા, શ્રી મહંમદઝુબેર પઠાણ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી ઝફરખાન પઠાણ, શ્રી અરવિંદકુમાર વનીયાર, શ્રી અનિલભાઈ ભરવાડ, શ્રી રમેશભાઈ પરમાર, દક્ષા ચૌહાણ, શ્રીમતી મનીષાબેન પરીખ, શ્રી ગૌતમભાઈ મકવાણા, શ્રી નરેન્દ્રકુમાર માધુ વગેરેએ ચૂંટણીલક્ષી બેલેટ અને તેને લગતી સામગ્રી રોકીને વિરોધનું રણસિંગુ ફુંકીને કાયદો અને વ્યવસ્થા ખોરવી નાંખતું કૃત્ય કર્યાનો તેમના પર બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નરશ્રીઓએ કથિત આક્ષેપ મુકીને પરિસ્થિતિ કાબુમાં લેવા પોલીસ બોલાવવી પડી હતી એવું કહેવાય છે ! અને પોલીસ હાજર હોવા છતાં પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસ ઈન્સ્પેકટર શ્રી બાવાને બોલાવી પોલીસ પ્રક્રિયા હાથ ધરી તપાસ કરતા કોઈ વસ્તુ ડેમેજ હાલતમાં હોવાનું જણાયું નહોતું ! સીલ જેમ હતાં તેમજ હતાં ! ચૂંટણી કમિશ્નરશ્રીઓના કહેવા મુજબ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના તમામ નિતિ-નિયમો અને કાયદાના અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલી છતાં આવી ચોંકાવનારી કથિત ઘટના બની હતી ?!
ગુજરાત બાર કાઉન્સિલના ઉમેદવાર અને પૂર્વ સભ્ય પરેશભાઈ વાઘેલા શું કહે છે ?!
કન્ફયુશિફ નામના તત્વચિંતકે સરસ કહ્યું છે કે, “એક જ શબ્દ માણસને ડાહ્યો ઠરાવવા માટે પુરતો છે, એક જ શબ્દ માણસને મુર્ખ ઠરાવવા માટે બસ છે”!! ગુજરાત બાર કાઉન્સિલની ગઈ ચૂંટણીમાં સૌથી વધારે મતથી જીતેલા ગુજરાત બાર કાઉન્સિલની ચુંટણીના વર્તમાન ઉમેદવાર શ્રી પરેશભાઈ વાઘેલાનો સંપર્ક કરતા
તેમણે વેસ્ટર્ન ટાઈમ્સને જણાવેલ કે, “બેલેટ બોકસ અને ચૂંટણી સાહિત્ય લઈ જતી ટ્રક કોઈ વકીલે બીનવારસી હાલતમાં ઉભેલી જોઈ ?! અને વિડિયો કોઈએ વાયરલ કર્યાે અને અફવા ફેલાતા કથિત વિડિયોથી વ્યથિત થયેલા વકીલો પૈકી કેટલાકના મનમાં શંકાના વાદળો ઘેરાયા અને આ કમનસીબ ઘટના બની ગઈ ?!” બીજો અગત્યનો મુદ્દો એ છે કે, ત્યારપછી મને જાણ કરતા હું બેલેટ બોકસ લઈ જતી ગાડી પાસે ગયો ત્યાં જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મિલનભાઈ પટેલ હતાં ! પરિસ્થિતિ શાંત કરાવવા હું જોઈન્ટ કમિશ્નરશ્રીની સંમતિથી અને વકીલોની શંકાનું સમાધાન કરાવવા ઉપર ચઢયો ને બધાં સીલ બરાબર હતાં ! મેં બધાને સમજાવ્યા કે બધું ઓકે છે ને પ્રશ્ન પતી ગયો ! અગાઉ જે હોબાળો મચ્યો ત્યારે હું હાજર પણ નહોતો અને અમારા સાથે ઉમેદવાર મનીષાબેન પરીખની તબિયત સારી નહોતી તેથી તે નીચે બેઠેલા હતાં ! આમ અમારી ભૂમિકા નકારાત્મક નહોતી છતાં મને ખોટી રીતે નોટિસ અપાઈ છે ! હું ગઈ ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીતેલો ઉમેદવાર છું ! મેં મારી જીંદગીમાં વકીલ તરીકે કયારેય કાયદો હાથમાં લીધો જ નથી ! જો બેલેટ પેપર ભરેલી ટ્રક બીનવારસી પડી ન હોત અને આ કથિત વિડિયો વાયરલ થયો ન હોત તો હોબાળો થયો જ ન હોત ! કોરા બેલેટ પેપર સાથે સીલ કરીને મુકયા તે પ્રોસેસનો ભાગ હોય તો પણ તેની સમજ બધાં જ વકીલોને ન પણ હોય ?! માટે સમજ આપવી પડે છે ! આ મુદ્દો સમજદારીથી પતાવવો જોઈએ અને વકીલોએ સમસ્યાનો ઉકેલ પેપર વર્ક કરીને લાવવો જોઈએ ! વકીલોનું ટોળું મોટું થયું ત્યારે બની શકે કે વકીલ ન હોય એવા પણ લોકો સામેલ થઈ ગયા હોય ?! આ રજૂઆત ઉપરથી એવી શંકા ઉપસ્થિત થાય છે કે, શ્રી પરેશભાઈ વાઘેલા સમરસ જુથમાં નથી અને મૂળ કોંગ્રેસી વિચારધારાને વરેલા છે ! માટે તેમની કેરિયરને નુકશાન પહોંચાડવા સુકા ભેગુ લીલું બાળવાનો રાજકીય પરિબળોનો પડદા પાછળ ગેઈમ પ્લાન તો નથી ને ?! ગુજરાત બાર કાઉન્સિલની વર્તમાન ચૂંટણીને દરેક દ્રષ્ટિકોણથી મુલવવાનો સમય આવ્યો છે માટે ચૂંટણી કમિશ્નરો પણ સાવધાની રાખે એવો એક અભિપ્રાય વકીલોમાં ટોક ઓફ ધી બાર બન્યો છે !!
ગુજરાત બાર કાઉન્સિલ એ વકીલોની સ્ટેચ્યુટરી બોડી છે અને ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ સ્ટેચ્યુટરી ઈલેકશન છે ! અને વકીલો બારનું પ્રતિનિધિત્વ કરે છે ! માટે તેઓ કાયદો હાથમાં લઈ, ચૂંટણી કમિશ્નરશ્રીઓનો ઘેરાવો કરીને અઘટિત વર્તન ન કરી શકે ! હાઈકોર્ટમાં પીટીશન કરીને કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં દાદ માંગી શકાય ?! – વિનોદચંદ્ર દિક્ષીત !!
અર્લ વોરન કહે છે કે, “સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે”!! ખરેખર તો કાયદાનું પાલન એવી રીતે થવું જોઈએ કે “ન્યાયિક મૂલ્યો, ન્યાયિક સમાનતા અને વ્યવસાયિક ગરિમા જાળવવી જોઈએ”!! ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી વિનોદચંદ્ર દિક્ષીતે કહ્યું છે કે, “ગુજરાત બાર કાઉન્સિલ એ વકીલોની સ્ટેચ્યુટરી બોડી છે અને ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ સ્ટેચ્યુટરી ઈલેકશન છે ! તેમાં એડવોકેટ એકટના નિયમોનું ગૌરવ જાળવવું જોઈએ ! વકીલો ઘેરાવો કરી સામાન્ય લોકોની જેમ કાયદો હાથમાં લઈ શકે નહીં ! ચૂંટણી કમિશ્નરશ્રીના કોઈ નિર્ણયથી કે તેમના વ્યવસ્થાતંત્રથી નારાજ વકીલો હોય તો કાયદા મુજબ તેઓ કાર્યવાહી કરી શકે છે ! પરંતુ પોલીસ બોલાવવી પડે એવા વર્તનથી સમાજમાં ખોટો સંદેશો જાય છે ! આવું ન થવું જોઈએ ! વકીલોને કોઈ મુદ્દે ઉગ્ર વિરોધ હતો તો વિડિયોગ્રાફી કરી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશન કરીને રજૂઆત કરી શકાય છે ! ચૂંટણી કમિશ્નરશ્રીઓ એક વૈદ્યાનિક સેવા આપે છે! ફરજ બજાવે છે !
તેઓનો આમાં અંગત લાભ હોતો નથી ! સુપ્રિમ કોર્ટમાં પણ વકીલો છે ! વકીલો, વકીલોને મદદ કરી શકે છે ! ખરેખર તો ચૂંટણી સમયે ૧૦૦ મીટરની અંદર પ્રચાર થવો ના જોઈએ ! બાર કાઉન્સિલના વિવિધ કમિટીના ચેરમેનો, સીનીયર વકીલ ઉમેદવારોમાંથી કોઈએ વકીલોને પડી રહેલી તકલીફો અંગે લેખિત રજૂઆત કરી જ નથી ! બધાં પોત, પોતાની ચૂંટણી જીતવા પડયા હતાં ! વકીલોનું કોઈએ જોયું કે વકીલો તડકામાં તપી રહ્યા છે ?! વકીલોને પાણીની વ્યવસ્થા નથી ?! સમસ્યાઓ બે રીતે જોવી પડે ને ? અને સમજવી પડે ?! વકીલો કાયદો હાથમાં ન લઈ શકે પણ વકીલો સવારથી પરેશાન હતાં એ પણ નજરઅંદાજ ન કરાય !” એવું ટૂંકમાં શ્રી
વિનોદચંદ્ર દિક્ષીતનું કહેવું છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.