Western Times News

Gujarati News

ઉમરેઠના ધારાસભ્યના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી

  ગાંધીનગર,   ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

જ્યારે તા.૨૩ એપ્રિલ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.       ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવાકર્ણાટકમહારાષ્ટ્રનાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.૩૦ માર્ચ૨૦૨૬ થી તા.૦૬ એપ્રિલ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કેતાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન; ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, સાદગી અને જનસેવા માટે જાણીતા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.