Western Times News

Gujarati News

BJPના સુવેંદુ અધિકારી મમતા બેનર્જી સામે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે

બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભાજપે કેરલમમાં ૪૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારીને નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે, જ્યાંથી મમતા બેનર્જી ચૂંટણી લડે છે અને હાલમાં ત્યાંથી ધારાસભ્ય પણ છે.

ભાજપમાં સામેલ થતાં પહેલા મમતા બેનર્જીના નજીક રહેલા સુવેંદુ અધિકારીને ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો નિર્ણયથી ફરી એક વાર બંને નેતાઓ વચ્ચે રાજકીય ટકરાવની પ્રબળ સંભાવના પેદા થઈ ગઈ છે.

પાછલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ સીટ પરથી સુવેંદુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો, પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભવાનીપુરથી ટીએમસી ધારાસભ્ય સોવનદેવ ચટ્ટોપાધ્યાયે મમતા માટે પોતાની સીટ છોડવાનો નિર્ણય કર્યો હતો અને અહીંથી તેઓ પેટાચૂંટણીમાં જીતીને બંગાળ વિધાનસભામાં પહોંચ્યા હતા.

ભાજપ દ્વારા આ મત વિસ્તારમાંથી અધિકારીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય ટીએમસીના નેતૃત્વને તેમના જ ગઢમાં પડકાર આપવાની આક્રમક રણનીતિના સંકેત આપે છે. ભાજપે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને ખડગપુર સદરથી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે પોતાની ફાયરબ્રાન્ડ મહિલા નેતા અગ્નિમિત્રા પોલને આસનસોલ દક્ષિણથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે પૂર્વ રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તા રાસબિહારી નિર્વાચન મત વિસ્તારથી ચૂંટણી લડશે. ભાજપે કાલીગંજથી બાપન ઘોષ, ડાયમંડ હાર્બરથી દીપક કુમાર હલદર, આસનસોલ ઉત્તરથી કૃષ્ણેંદુ મુખર્જી, હાસનથી નિખિલ બેનર્જી, કૂચબિહાર ઉત્તરથી સુકુમાર રોય અને સિલિગુડીથી શંકર ઘોષને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે પહેલી યાદી ભારતીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખની ઘોષણાના એક દિવસ પછી આવી છે. આયોગે જણાવ્યું છે કે બંગાળ ચૂંટણી બે તબક્કામાં ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલના રોજ યોજાશે. આસામ, કેરલમ, તમિલનાડૂ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે તમામ માટે ચૂંટણી પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે તબક્કાની સંખ્યા ઓછી કરવી જરુરી હતી.

બીજી તરફ, દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય કેરલમમાં પણ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે પક્ષે ૪૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષના પાયાના કાર્યકરોથી લઈને જાણીતા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે,

જે કેરલમમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે. કેરલમમાં પરંપરાગત રીતે ચાલતા આવતા રાજકીય ગઠબંધનો વચ્ચે ભાજપ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા માટે આ ઉમેદવારો દ્વારા જનતા સુધી પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.