નંદા દેવી જહાજમાંથી LPG ગેસ અન્ય નાના જહાજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે
સામાન્ય રીતે 8 દિવસમાં પૂર્ણ થતી સફર, યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝમાં સર્જાયેલી અડચણોને કારણે 15 દિવસે પૂર્ણ થઈ હતી.
ભારતનું બીજું જહાજ નંદા દેવી (Nanda Devi) મંગળવારે વાડિનારના કિનારે 46500 MT LPG લઈને આવી ગયું છે.
નંદાદેવી જહાજમાં 46,500 મેટ્રિક ટન LPG ભરેલો છે, જેનો હિસાબ કરીએ તો તે લગભગ 33 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર જેટલો થાય છે. એટલે કે, આ એક જહાજ ભારતના લાખો ઘરો માટે ગેસ પુરવઠો પૂરો પાડે તેવી ક્ષમતા ધરાવે છે.
નવી દિલ્હી, દેવભૂમિ દ્વારકાના વાડિનાર પોર્ટ પર વિશાળ નંદા દેવી જહાજ પહોંચી ગયું છે. ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે. નંદા દેવી (Nanda Devi) મંગળવારે સફળતાપૂર્વક વાડિનારના કિનારે આવી ગયું છે.
MT Nanda Devi arrives at Vadinar (Jamnagar) carrying 46,500 MT LPG for ship-to-ship transfer at the anchorage. STS transfer to MT BW Birch to commence today. Shri Sushil Kumar Singh, IRSME, Chairman DPA, visited onboard the vessel to facilitate and interact with the Captain and crew of Mother Vessel MT Nanda Devi.
#WATCH | Gujarat | LPG tanker Nanda Devi arrives at Vadinar (Jamnagar) port carrying 46,500 MT LPG for ship-to-ship transfer at the anchorage. STS transfer to MT BW Birch to commence today. Sushil Kumar Singh, Chairman of the Deendayal Port Authority (DPA), visited on board the… pic.twitter.com/h6wG27b5cf
— ANI (@ANI) March 17, 2026
-
નંદા દેવી જહાજનું સફળ આગમન: ઈરાનની હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પાર કરીને ભારતનું વિશાળ ‘નંદા દેવી’ જહાજ સુરક્ષિત રીતે દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પર પહોંચી ગયું છે.
-
LPG ગેસનો મોટો જથ્થો: ગુજરાતના મુંદ્રા અને વાડીનાર પોર્ટ પર મળીને કુલ 92,700 ટન LPG ગેસ ભારત પહોંચ્યો છે, જે મધ્ય-પૂર્વમાં ચાલતા તણાવ વચ્ચે દેશ માટે મોટી રાહત સમાન છે.
-
મુંદ્રા પોર્ટ પર ‘શિવાલિક’ જહાજ: સોમવારે ‘શિવાલિક’ જહાજ 44,000 મેટ્રિક ટન ગેસ સાથે મુંદ્રા પહોંચ્યું હતું, જેમાંથી 20,000 ટન ગેસ ટેન્કોમાં રિફિલ કરાયો છે અને બાકીનો જથ્થો મેંગ્લોર મોકલવામાં આવશે.
-
યુદ્ધના કારણે વિલંબ: સામાન્ય રીતે 8 દિવસમાં પૂર્ણ થતી સફર, યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝમાં સર્જાયેલી અડચણોને કારણે 15 દિવસે પૂર્ણ થઈ હતી. શિવાલિક જહાજમાં કેપ્ટન સહિત 25થી વધુ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
-
કાર્ગો ટ્રાન્સફરની પ્રક્રિયા: વાડીનારના ડીપ વોટર ટર્મિનલ પર હવે ગેસ અનલોડિંગની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નંદા દેવી જહાજમાંથી LPG ગેસ અન્ય નાના જહાજો (LPG બ્રિઝ અને MT જગ પ્રતાપ) માં ટ્રાન્સફર કરવામાં આવશે.
નંદા દેવી જહાજનું વાડિનાર પહોંચવું દેશ માટે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પોર્ટ પ્રશાસન અને કોસ્ટ ગાર્ડ (તટરક્ષક દળ)ની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત એન્કરિગ કરવામાં આવ્યું છે.
વાડિનારના ડીપ વોટર ટર્મિનલ પર હવે કાર્ગો અનલોડિગની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. યુદ્ધ વચ્ચે lpg ગેસના જથ્થા સાથે એક જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું.
કચ્છના મુંદ્રા પોર્ટ સાથે મંગળવારે વાડીનાર પોર્ટ પર મળી બે મહત્વના ભારતીય જહાજો LPG ગેસનો જથ્થો લઈને આવી ગયા છે. બને જહાજમાં ૯૨૭૦૦ ટન LPG ગેસ જથ્થો ભારત પહોંચ્યો છે. ગઈકાલે મુન્દ્રા પોર્ટ પર શિવાલીક જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન lpg ગેસ લવાયો હતો, જેમાં ૨૦ હજાર મેટ્રિક ટન પાઇપ મારફતે પોર્ટ પર ટેન્કમાં રિફિલ કરાયો છે. જ્યારે ૨૪ હજાર મેટ્રિક ટન ગેસ મેંગ્લોર મોકલવામાં આવશે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ ( Strait of Hormuz ) માં સર્જાયેલી અડચણો વચ્ચે આ ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ગઈકાલે શિવાલિક નામનું જહાજ બપોર બાદ કુલ ૩ ટાઈમ લાઈન બદલાતા મુંદ્રા પોર્ટ પર સાંજે ૫ વાગે (Mundra Port) પહોંચ્યું હતું. ભારતીય ધ્વજ ધરાવતું LPG કેરિયર ભારતની મહેનતે હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું.
પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે જહાજ અટવાઈ રહેતા તેને ૧૫ દિવસ જેટલો સમય લાગ્યો હતો. શિવાલીક જહાજ કેપટન સાથે ૨૫ થી વધુ ક્રુ મેમ્બર સાથે જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું.
ભારત તેની LPG વપરાશના 60 ટકા આયાત કરે છે અને આ આયાતમાંથી લગભગ 90 ટકા હોર્મુઝની સામુદ્રધુની દ્વારા આવે છે, જે વર્તમાન ઘટનાઓને કારણે પ્રભાવિત થઈ છે
ભારત તેની LPG વપરાશના લગભગ 60 ટકા આયાત કરે છે અને આ આયાતમાંથી લગભગ 90 ટકા હોર્મુઝની સામુદ્રધુની દ્વારા આવે છે.
8 માર્ચ 2026 ના રોજ, સરકારે રિફાઈનરીઓ અને પેટ્રોકેમિકલ સંકુલને પ્રોપેન, બ્યુટેન, પ્રોપિલિન અને બ્યુટીન્સ સ્ટ્રીમ્સને LPG પૂલમાં વાળીને LPG ઉત્પાદનને મહત્તમ કરવા નિર્દેશ આપતો આદેશ બહાર પાડ્યો હતો. આ પગલાઓના પરિણામે, ઘરેલું LPG ઉત્પાદનમાં લગભગ 25 ટકાનો વધારો થયો છે અને સમગ્ર ઘરેલું LPG ઉત્પાદન ઘરેલું ગ્રાહકો તરફ વાળવામાં આવી રહ્યું છે.
બિન-ઘરેલું LPG માટે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
રેસ્ટોરાં, હોટલો અને અન્ય વ્યાપારી વપરાશકર્તાઓને ફાળવણીની સમીક્ષા કરવા અને ઉપલબ્ધ LPG પુરવઠાની ન્યાયી અને પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરવા માટે IOCL, HPCL અને BPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
