Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા ટ્રેડિંગ એક્ઝિબિશનનુ આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા ૯ વર્ષથી વિવિધ ચીજ વસ્તુઓનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે,ચાલુ સાલે પણ શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વરના કન્વીનર અમીબેન સોજીત્રા તથા તેમની ટીમ દ્વારા અને ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શોભનાબેન દેવાણીના માર્ગદર્શન હેઠળ એક્ઝિબિશનનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જેવી કે મહિલાઓના વસ્ત્રો, ટ્રેડિશનલ શૃંગારના પ્રસાધનો, કોસ્મેટીક વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના અથાણા, મુખવાસ, પર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે.તારીખ ૧૭ અને ૧૮ એમ બે દિવસ ચાલનાર આ એક્ઝિબિશનમાં ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તેમજ તેની આજુબાજુના વિસ્તારના લોકો મોટાપાય લાભ લે છે,

એક્ઝિબિશનનું આયોજન કરનાર શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર નો હેતુ એવો છે કે બહેનોને અંકલેશ્વર ખાતે રાહત દરે તેમની જરૂરિયાત મુજબની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો વિગેરે રાહત દરે ઉપલબ્ધ કરાવી શકાય, શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા પણ ગરમીના સમયમાં એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતઓને રાહત દરે લીંબુ પાણી મળી રહે તે માટે એક સ્ટોલ મૂકવામાં આવ્યો છે,

બે દિવસ ચાલનારા એક્ઝિબિશનના કાર્યક્રમ અને સફળ બનાવવા જિલ્લા મહિલા સમિતિ તથા અંકલેશ્વર મહિલા સમિતિની બહેનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, આ પ્રસંગે શ્રી ખોડલધામના અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ખોડલધામના ટ્રસ્ટી મનસુખભાઈ રાદડિયા, ભરૂચ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, સહ કન્વીનર નિતિન સાવલિયા, ખોડલધામ અંકલેશ્વર શહેર સમિતિના કન્વીનર વિપુલભાઈ વેકરીયા તેમજ અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.