Western Times News

Gujarati News

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) ખાતે ૭૮ માં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ) આણંદ, ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ૭૮ માં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય મુખ્ય અતિથિ તરીકે એન્જિનિયર ભીખુભાઈ પટેલ(અધ્યક્ષ ,ચારુતર વિદ્યામંડળ) ,

શ્રી સુપ્રકાશ ચૌધરી (હેડ ,ડિજિટલ ઇન્ડસ્ટ્રીઝ એશિયા પેસિફિક જાપાન), શ્રીમતી દેવિકા ચૌધરી, શ્રી કાર્તિક ભટ્ટ (મેનેજીંગ ડિરેક્ટર, પવન તનય ગ્રુપ), કીર્તન ભટ્ટ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,પવન તનય ગ્રુપ),

ડૉ.વિનય જે. પટેલ(પ્રિન્સિપાલ,બીવીએમ ),ડૉ. હરેશ પટોલિયા(વાઇસ પ્રેસિડેન્ટ ,બીવીએમ સેન્ટ્રલ કમિટી) , ડૉ.ભાર્ગવ ગોરડીયા (વાઇસ પ્રેસિડેન્ટ ,બીવીએમ સેન્ટ્રલ કમિટી), મનન પટેલ , જીયા પટેલ ( ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત માં ડૉ.આકાર રોઘેલિયા ના માર્ગદર્શન હેઠળ બીવીએમ ના વિધાર્થીઓ તથા વિધાર્થિનીઓ એ પ્રાર્થનાગીત રજુ કર્યું હતું. ડૉ.હરેશ પટોલિયા એ સૌનું અભિવાદન કર્યું હતું તથા ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય આપ્યો હતો. ડૉ.ભાર્ગવ ગોરડિયા એ ઈત્તર પ્રવૃતિઓ માં બીવીએમના વિધાર્થીઓ ની સિદ્ધિઓ વિષે સૌને જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.