Western Times News

Gujarati News

બજેટ : હોમલોન ઉપર કરવેરા છુટછાટમાં વધારો થઇ શકે છે

નવી દિલ્હી : નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પાંચમી જુલાઇના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવ જઇ રહ્યા છે. વર્તમાન લોકસભાની અવધિના પ્રથમ બજેટમાં કેટલીક રાહતોની સાથે સાથે હોમ લોન પર કરવેરા છુટછાટમાં વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં આર્થિક મંદી વચ્ચે મકાનોની માંગ ઘટી રહી છે ત્યારે આ વધારો કરવામાં આવી શકે છે. સર્વેમાં ૧૩ ટકા લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે વિરાસત કરવેરાને પરત લેવામા ંઆવી શકે છે. જ્યારે ૧૦ ટકા લોકોનુ કહેવુ છે કે સંપદા કરવેરાને ફરી લાગુ કરવામાં આવી શકે છે.

૬૫ ટકા લોકોનુ કહેવુ છે કે ઘરની માંગને વધારી દેવા માટે બજેટમાં પોતાના રહેવા માટે ઉપયોગ કરવામાં આવતા મકાન માટે હોમ લોનના વ્યાજ દરમાં મળનાર ટેક્સ છુટછાટને વધારી શકાય છે. આ મર્યાદાને વધારી શકાય છે. આ મર્યાદાને વધારીને બે લાખ કરતા વધારે કરવામા ંઆવી શકે છે. લોકોનુ કહેવુ છે કે સરકાર હોમ લોનની મુળ રકની ચુકવણી પર કલમ ૮૦ સી હેઠળ વર્તમાન ૧.૫ લાખ રૂપિયાના ટેક્સ કાપની મર્યાદામાં વધારો કરી શકે છે. મોદી સરકાર લોકસભા ચૂંટણી બાદ તેમનુ પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. બજેટને લઇને તમામ લોકો કઇ કઇ અપેક્ષા રાખી રહ્યા છે.બજેટ અનેક પ્રકારની અપેક્ષા વચ્ચે રજૂ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.