Western Times News

Gujarati News

ભરૂચ સબજેલમાં ઝડતીઃ સ્કર્વોડે ૪ મોબાઈલ અને ૩ સીમકાર્ડ ઝડપી પાડ્‌યા

બાથરૂમની દીવાલ પર સંતાડયા હતા ફોન

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ફરી એકવાર સવાલો ઊભા થયા છે.જેલની અંદરથી ૪ મોબાઈલ ફોન અને ૩ સીમકાર્ડ મળતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે.તો બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી હતી.

ભરૂચ બી ડિવિઝનમાં જેલર ગૃપ -૧ ના ઝડતી સ્કવોર્ડના દેવસી કરંગીયાએ નોંધાયેલ ફરિયાદ અનુસાર ૦૫/૦૪/૨૦૨૧ ના રોજ પોલીસ મહાનિર્દેશક જેલ અ ને સુધારાત્મક વહીવટ,

ગુજરાત રાજ્ય, અમદાવાદની મૌખીક સુચના અનુસાર અમો અમારી ટીમ સાથે ભરૂચ જિલ્લા જેલ ખાતે ૨૨-૦૦ કલાકે આવી નાઈટ મેઈનગેટના અમલદાર સહદેવસિંહ લાલજીભાઇ પરમારનાઓ પાસે ગેટ રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી તેઓના પાસે અમારા બધાની અંગ ઝડતી કરાવી ફરજ પરના સ્ટાફ

તથા ઈ.ચા. અધિ તકથી વી.એમ.ચાવડાનાઓને સાથે રાખી ભરૂચ જિલ્લા જેલની ૨૨-૦૫ થી ૨૩-૫૫ કલાક સુધીની ઝડતી ચકાસણી કરેલ જે દરમ્યાન સર્કલ – ૦૧ ની અંદર આવેલ બેરેક ને એ/૪ માં બેરકની અંદરની ગેલરીમાં ડાબી બાજુમાં આવેલ પ્રથમ બાથરૂમની ઉપરની બારીના સજા ઉપરથી ૨ એન્ડ્રોઈ અને ૨ કીપેઈડવાળા મળી કુલ ૪ મોબાઈલ ફોન બિનવારસી શોધી કાઢેલ અને મળી આવેલ મોબાઈલ ફોન કોના છે?

તે બાબને બેરેકમાં રહેલ ૩૩ કાચા કામના આરોપીઓને પુછતા કોઈએ કબુલે નહી કરેલ.જે બાદ અન્ય બેરેકોની ઝડતી કરી કાર્યવાહી પૂર્ણ કરી આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેલ માંથી ફરી એકવાર મોબાઈલ મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.