Western Times News

Gujarati News

માતરના ભલાડામાં બુટલેગર લાલા બાદશાહના જુગાર ધામ પર SMCનો દરોડો

(પ્રતિનિધિ)નડિયાદ, માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર..ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દરૂડો પાડી માતર ભલાડા ના બુટલેગર રાજેશ ઉર્ફે લાલો બાદશાહ ગુલામ પરમાર સહિત ૧૬ ને પકડી પડ્‌યા છે અને રૂપિયા ૨૨,૩૬,૭૫૦ ના મુદ્દામાલ ઝડપી પાડ્‌યા છે જ્યારે જુગાર રમતા ચાર શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા

મળતી માહિતી મુજબ માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં બુટલેગર રાજેશ ઉર્ફે લાલો બાદશાહ ગુલામ પરમારનુ છેલ્લા ઘણા સમયથી હાય પ્રોફાઈલ જુગાર ધામ ધમધમતું હોવાનું કહેવાય છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ટીમ ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન બુટલેગર રાજેશ ઉર્ફે લાલા બાદશાહના ધમધમતા જુગારધામ અંગે બાતમી મળી હતી

જેના પગલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ટીમે સ્થાનિક લીંબાસી પોલીસને અંધારામાં રાખી ખેતર માં ધમ ધમતા જુગાર ધામને ચારે તરફ કોર્ડન કરી રેઇડ કરી હતી.

જેને પગલે પોલીસનો કાફલો જોઈને જુગાર રમતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ૪ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા,જોકે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ટીમે જુગાર ધામના સંચાલક રાજેશ ઉર્ફે લાલા બાદશાહ તેમજ ત્યાં જુગાર રમતા મયુર વિષ્ણુ સાધુ (રહે. સયલા, માતર) એઝાઝ ઉર્ફે જાડિયો ગુલામ મલીક (રહે. ખંભાત) મહમદ શાબીર શાકીર હુશેન મલેક

(રહે. ખંભાત)બુધા ખોડા ઝીજરવાડીયા (રહે. નવાખલ, આંકલાવ) ગજેન્દ્ર ભાવા રાજ (રહે. અડાસ, આણંદ). મહેશ ઉર્ફે જગદીશ સોમા રાવલ (રહે. માંજલપુર, વડોદરા) દક્ષેશ મનુ પંચાલ (રહે. રણોલી, વડોદરા) મુખત્યાર હસન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા)૧૦. મનોજ રમેશ કોટવાલ (રહે. ફાજલપુર, વડોદરા) મિતેશ ઉર્ફે લાલો રમણ અગ્રવાલ (રહે. વડોદરા) હરીશ રાઘવન કારકીલ (રહે. ગોરવા, વડોદરા)

ગીરીશ લક્ષ્મણ સથવારા (રહે. ગોરવા, વડોદરા) ખાલીદ ઐયુબ પટેલ (રહે. વાસના રોડ, વડોદરા) દયાશંકર ઇન્દ્રાસન શર્મા (રહે. ગોરવા, વડોદરા) અને ઘનશ્યામ કનુ ગોહીલ (રહે. નંદેસરી, વડોદરા) દબોચી લીધા હતા અને પોલીસે ત્યાં થી રોકડા ૩,૨૦,૬૫૦ રૂપિયા, ૯૦,૫૦૦ની કિંમતના ૧૪ નંગ મોબાઈલ ફોન, ૧૮,૨૫,૦૦૦ની કિંમતના ૩ ફોર-વ્હીલર અને ૧ ટુ-વ્હીલર વાહન મળી કુલ ૨૨,૩૬,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તપાસમાં બહાર આવ્યું છે

કે પકડાયેલા આરોપીઓ પૈકીના કેટલાક અગાઉ પણ જુગારના ગુનામાં સંડોવાયેલા છે. દરમિયાન ગાંધીનગર સ્ટેટ પોલીસ ટીમે પાડેલ આ દરોડાએ સ્થાનિક લીંબાસી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.દરમિયાન ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે આ અંગે લીંબાસી પોલીસ મથકે જુગારધારા નો ગુનો નોંધાવી ફરાર ચાર આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.